News of Monday, 10th March 2025
ઢેબર રોડ, ગોંડલ રોડ, સોની બજાર, ટાગોર રોડની ૧૮ સહીત કુલ ર૩ મિલ્કતોને તાળા
વેરા શાખા તુટી પડીઃ ૯૬ લાખથી વધુની બાકી મિલ્કત વેરાની વસુલાત

રાજકોટ, તા. ૧૦ : મનપાની વેરા શાખાએ ચાલુ નાણાકીય વર્ષનો ટારગેટ પૂર્ણ કરવા ધોકો પછાડયો છે. જે અંતર્ગત ર૩ મિલ્કતોને સીલ મારેલ તથા ૪ નળ કપાત કરવાની સાથે ૯૬.પ૭ લાખની વસુલાત કરી હતી.
મનપાની સત્તાવાર યાદી મહાનગરપાલિકાના કમિશનરની સુચના અનુાસર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૨૩-મિલક્તોને સીલ મારેલ તથા ૧૭-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩-મિલકતને નોટીસ સામે રીકવરી થયેલ તથા ૨-નળ કનેક્શન કપાત સામે રીકવરી થયેલ તથા ૨-નળ કનેકશન કપાત.આજના દિન ની રીકવરી રૂા.૯૬.૫૭ લાખ થવા પામી છે.
જેમાં વોર્ડ નં-૫માં બ્રાહ્મણીયા પરામાં આવેલ ૧- નળ કનેક્શન કપાત. મવડી રોડ પર આવેલ ૧-નળ કનેકશન કપાત કરેલ. વોર્ડ નં-૭માં સવજીભાઇ શેરીમાં ૧-યુનિટને સીલ કરેલ છે. સોનીબજારમાં આવેલ ‘ન્યુ બાલાજી કોમ્પ્લેક્ષ' ‘જે.બી.જેવેલર્સ ને સીલ કરેલ છે. સોનીબજારમાં આવેલ'શિવાલય કોમ્પ્લેક્ષ'સેકન્ડ ફ્લોર શોપ નં-૨ ને સીલ કરેલ છે. સોનીબજારમાં આવેલ ૧-યુનિટને સીલ કરેલ છે. ઢેબર રોડ પર આવેલ ‘શ્રી સદગુરૂ આર્કેડ' થર્ડ ફ્લોર-૩૩૭ ને સીલ કરેલ છે. ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર'ફર્સ્ટ ફ્લોર શોપ નં-૬ ને સીલ કરેલ છે. ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર'સિકસ્થ ફ્લોર ઓફિસ નં-૧૮ ને સીલ કરેલ છે. ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર'સિકસ્થ ફ્લોર ઓફિસ નં-૧૯ ને સીલ કરેલ છે. ગોંડ્લ રોડ પર આવેલ ‘પ્રમુખ સ્વામી આર્કેડ' ફીફ્થ ફ્લોર ઓફિસ નં-૮ ને સીલ કરેલ છે. ગોંડ્લ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર' થર્ડ ફ્લોર ઓફિસ નં-૨૯ ને સીલ કરેલ છે. જવાહર એસ્ટેટમાં ૧-યુનિટને સીલ કરેલ છે.
ટાગોર રોડ પર આવેલ સિલ્વર ચેમ્બરર્સ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૩૩ ને સીલ કરેલ છે. ટાગોર રોડ પર આવેલ દ્વારકા વન થર્ડ ફલોર શોપ-૩૦૭ ને સીલ કરેલ છે.
ટાગોર રોડ પર આવેલ ગુરુ રક્ષા કોમર્શીયલ કોમ્પલેક્ષ સેકન્ડ ફલોર ઓફિસ નં-૨૦૯ ને સીલ કરેલ છે. હરિઓમ એપાર્ટમેન્ટ આવેલ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૧૧ ને સીલ કરેલ છે. હરિઓમ એપાર્ટમેન્ટ આવેલ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૩ ને સીલ કરેલ છે. પેલેસ રોડ પર આવેલ ટંકારવાલા ટાવર્સ કોમર્શીયલ કોમપ્લેક્ષ થર્ડ ફલોર શોપ નં-૩૧૨ ને સીલ કરેલ છે. પેલેસ રોડ પર આવેલ ટંકારાવાલા ટાવર્સ કોમર્શીયલ કોમપ્લેક્ષ ફર્સ્ટ ફલોર શોપ નં-૧૨૦ ને સીલ કરેલ છે. જયારે વોર્ડ નં-૧૩માં નવરંગ પરામા ૧-યુનિટને સીલ કરેલ છે. વોર્ડ નં-૧૪માં ગીતાનગર મેઇન રોડ પર આવેલ યુગધારા કોમ્લેપક્ષ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૨ નોટિસ આપેલ છે. વાણીયાવાડીમાં ૧-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-૧૫માં રામનાથ ઓદ્યોગિક વિસ્તારમા ૧-યુનિટ્ને સીલ કરેલ છે. વોર્ડ નં-૧૮માં ઢેબર રોડ પર આવેલ ઘનશ્યામ નગરમાં ૧-યુનિટને સેલ કરેલ છે. શ્રી હરી સોસાયટીમાં ૧-યુનિટને સીલ કરેલ છે.
આજ રોજ બપોરે ૧ કલાક સુધી ૨૩-મિલક્તોને સીલ મારેલ તથા ૧૭-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૨-નળ કનેક્શન કપાત સામે રીકવરી થયેલ તથા ૨-નળ કનેકશન કપાત.આજના દિન ની રીકવરી રૂા.૯૬.૫૭ લાખ થયેલ છે. જયારે ૧ એપ્રિલ ૨૦૨૪ થી આજ દિન સુધીની રિકવરી રૂ.૩૮૩.૯૧ કરોડ થવા પામી છે.
૩૧ માર્ચ સુધી તમામ રજાના દિવસો સહિત મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(4:49 PM IST)










