<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

‘પ્રભુ ગ્રુપ'ના ચેરમેન રાજુભાઇ પોબારૂ પરિવારે દ્વારકામાં ધજાજી ચઢાવ્‍યાઃ ધન્‍ય ઘડી

જન્‍મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની ઉજવણી દ્વારકાધીશના ચરણોમાં :વડીલો, પરિવારજનો, સ્‍નેહીઓ, શુભેચ્‍છકો સૌકોઇ, ઉમળકાભેર કૃષ્‍ણ ભકિતમાં તરબોળ બન્‍યાઃ ધર્મમય-પવિત્ર વાતાવરણમાં સમાજને નવો રાહ ચીંધનાર પ્રેરણાદાયી કાર્ય

રાજકોટ, તા. ૧૧: રાજકોટ-સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત ‘પ્રભુ ગ્રુપ'ના ચેરમેન, ટોચના બિલ્‍ડર, વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' તથા રાજકોટ કોમર્શીયલ સેન્‍ટર (સટ્ટાબજાર) ના પ્રમુખ, પૂ. રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ-આશ્રમ તથા અદ્યતન આંખની હોસ્‍પીટલના ટ્રસ્‍ટી શ્રી રાજુભાઇ પોબારૂએ પોતાના યશસ્‍વી જીવનના ૬૦ વર્ષ (ષષ્‍ઠી પૂર્તિ) પૂર્ણ કર્યા છે. સાથે સાથે તેમના ધર્મપત્‍ની શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ સાથે સફળ લગ્નજીવનના પણ ૩૭ વર્ષ પૂર્ણ કર્યા છે.

સમાજને હરહંમેશ એક નવો રાહ ચીંધતા શ્રી રાજુભાઇ પોબારૂએ પોતાના જન્‍મ દિવસ તથા લગ્નની વર્ષગાંઠની ઉજવણી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કરી હતી. તેઓએ વડીલો, પરિવારજનો, સ્‍નેહીઓ, શુભેચ્‍છકોની હાજરીમાં જગત મંદિર દ્વારકા ખાતે પવિત્ર ધજાજી ચઢાવ્‍યા હતા. હાજર રહેલ સૌકોઇ ધર્મમય-પવિત્ર વાતાવરણમાં ઉમળકાભેર કૃષ્‍ણ ભકિતમાં તરબોળ બની ગયા હતા.

પવિત્ર-અલૌકીક ધજાજી ચઢાવવા સંદર્ભે ધન્‍ય ઘડીના સાક્ષી સ્‍વરૂપે અકિલા પરિવારના મોભી, સમાજ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણી ઉદ્યૌગપતિ-બિલ્‍ડર શ્રી છબીલભાઇ પોબારૂ અને શ્રીમતિ સ્‍મિતાબેન પોબારૂ, શ્રી રાજુભાઇ પોબારૂ અને શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ, ‘પ્રભુ ગ્રુપ' ના યુવા એમ.ડી. શ્રી દિશીતભાઇ પોબારૂ અને શ્રીમતિ યેશાબેન પોબારૂ, યુવા અગ્રણી શિક્ષણવિદ્‌ શ્રી સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ અને શ્રીમતિ બંસીબેન ભટ્ટ, વિખ્‍યાત મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન અને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી શ્રી જીતુભાઇ ચંદારાણા અને શ્રીમતિ જયશ્રીબેન ચંદારાણા, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રઘુવંશી અગ્રણી શ્રી મહેશભાઇ ગોકાણી, રાષ્‍ટ્રીય શાળાના પ્રમુખશ્રી જીતુભાઇ ભટ્ટ, અગ્રણીશ્રી દર્શનભાઇ મહેતા અને શ્રીમતિ અલ્‍પનાબેન મહેતા, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી (ડી.એમ.એલ. ગ્રુપ), શ્રી કિશોરભાઇ કોટક (મેજેસ્‍ટીક ગ્રુપ), એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, શ્રી ધવલભાઇ કારીયા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર ઉપરાંત જાણીતા ઇન્‍ટીરીયર ડીઝાઇનર દંપતિ શ્રી કલ્‍પેશભાઇ ગણાત્રા (ઔરા કીચન) અને શ્રીમતિ શૈલીબેન ગણાત્રા સહિતના મહાનુભાવો હાજર રહયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. ભજન સંધ્‍યા નિમિતે સૌ ભાવિકોએ શ્રીનાથજીબાવાના ભજન-કીર્તનનો લ્‍હાવો લઇ ધન્‍યતા અનુભવી હતી. વિજ્ઞાન શાષાી શ્રી હિરેનભાઇ ત્રિવેદી દ્વારા સર્વે પોબારૂ પરિવારજનોને પવિત્ર ધજાજીની ભાવપૂર્વક પૂજા કરાવવામાં આવી હતી જે દ્રશ્‍યમાન થાય છે.(૬.૧)

(10:08 AM IST)