<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પોપટપરા જેલના હત્‍યાના ગુનાના કેદી નુરૂદ્દીનનું મોત

બિમારીને લીધે સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ મૃત્‍યુઃ હડમતીયા ગીરના વતની

રાજકોટ તા. ૧૧: પોપટપરાની સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા પાકા કામના કેદી નુરૂદ્દીન અબુબકર ઝાખરા (ઉ.વ.૬૬)ને બિમારીને કારણે સાંજે સારવાર માટે જેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

મૃતક વિરૂધ્‍ધ ઉનામાં મારામારી, હત્‍યાનો ગુનો નોંધાયા બાદ ૨૦૨૪માં સજા પડી હતી. પાકા કામના કેદી તરીકે અહિ સજા કાપતા હતાં. તે મુળ હડમતીયા ગીર સોમનાથના વતની હતાં.  બિમારી સબબ તેને સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરાયેલ. અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:52 AM IST)