હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વીજ તંત્રના કર્મચારીઓને કોરોનામાં રપ લાખની સહાય ચૂકવવામાં ૧૦ લાખના ઉઘરાણાઃ બે અધિકારીઓ સસ્પેન્ડ
કોર્પોરેટર ઓફીસના રૂપેશ મોદી અને ધ્રોલના ડે.ઇજનેર આહિર ઝપટે ચડી ગયાઃ અંજાર-સુરેન્દ્રનગર બદલી

રાજકોટ તા. ૧૧ :.. વીજ બેડામાં કોરોનામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર પ૪ કર્મચારીઓને રપ-રપ લાખની સહાય મંજૂર કરવાના કિસ્સામાં પીજીવીસીએલ.ના બે કર્મચારીઓ ધ્રોલના ડે.ઇજનેર-કે. એન. આહીર અને કોર્પોરેટર ઓફીસના એચ. આર. ડીપાર્ટમેન્ટના આસી. સેક્રેટરી આર. એ. મોદીને ૧૦ લાખના ઉઘરાણાની ઓડીયો ટેપમાં ઝપટે ચડતા એમ. ડી. શ્રી પ્રિતી શર્માએ સસ્પેન્ડ કરી અંજાર મૂકી દેતા વીજ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડે. ઇજનેરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર મૂકી દેવાયા છે.
સરકાર સહાય મંજૂર કરતા કોર્પોરેટ ઓફિસ અને ધ્રોલ સબ ડિવીઝનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો સોશ્યલ મીડીયામા વાયરલ થયા હતા. તેમાં કોર્પોરેટ ઓફીસમાં એચ.આર. વિભાગના આસી.સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવીઝનના ડે.ઈજનેર કે. એન. આહિર (મિયાત્રા) દ્વારા પોલમાં કોરોનામાં મળત્યુ પાર્વશ કર્મચારીના પરિવારને ૨૫ લાખન સહાયના બદલામાં ૧૦ લાખ આપરાનું માંગણી કરવામાં આવે છે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેટ કચેરીના રૂપેશ મોદીની તાબડતોબ અંજાર બદલી કરી નાંખવામાં આવી હતી. બાદમાં આજે વડી કચેરી દ્વારા અંજાર બદલી કરવામાં આવેલ આસી.સેક્રેટરી રૂપેશ મોદીને સસ્પેન્ડ કરી મોરબી અને ચોલના ડે.ઈજનેર કે.એન.આહિરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે. (પ-૮)










