હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘‘અકિલા'' કઇ રીતે છપાઇ છે? સરસ્વતી વિદ્યાલયની ર૬ વિદ્યાર્થીનીઓએ મુલાકાત લઇ માહિતી મેળવી

રાજકોટઃ લોકો પળે-પળની માહિતી મેળવવા મીડિયા ઉપર મોટો આધાર રાખે છે ત્યારે શહેરના સંત કબીર રોડ, બ્રાહ્મણીયા પરા સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયની ધો. ૬ થી ૧ર ની ર૬ વિદ્યાર્થીનીઓએ ‘‘અકિલા'' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ‘‘અકિલા'' વિશે નાનામાં નાની માહિતિ મેળવી અને સમાચાર કયાંથી આવે, કેવી રીતે બને, ટાઇપીંગ, કમ્પોઝીંગ, પેજ લે આઉટ તથા પ્રિન્ટીંગ અંગેની જીજીવીશા સંતોષી હતી. આ પ્રસંગે ‘‘અકિલા''ના પત્રકારો મિતેષ આહીર તથા ધ્રુમીલ પારેખે સમગ્ર ‘‘અકિલા'' પ્રેસની કાર્ય પધ્ધતિ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી. ઉપરોકત તસવીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શાળાના આચાર્ય જયંતિભાઇ ભાખર સાથે વિદ્યાર્થીનીઓ નજરે પડે છે. જયારે નીચેની તસવીરોમાં પેજ વિભાગ અને મશીન વિભાગ અંગે માહિતિ મેળવતી વિદ્યાર્થીનીઓ દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)










