<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પડધરી મોવૈયામાં ચિરાગે દારૂ પીધા બાદ ઝેરી દવા ગટગટાવી

ખીરસરાના ભરતે મગજ ભમતો હોવાથી એસિડ પીધું

રાજકોટ તા. ૧૧: પડધરીના મોવૈયા ગામે અરવિંદભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના ચિરાગ શિવરામભાઇ બોન્‍ડ (ઉ.વ.૨૪) નામના યુવાને સાંજે વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

ચિરાગ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ તથા કુંવારો છે. તેના સગાએ કહ્યું હતું કે દારૂના નશામાં તે ભુલથી ઝેરી દવા પી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં લોધીકાના ખિરસરાના ભરત મનસુખભાઇ રત્‍નોતર (ઉ.વ.૨૬) નામના યુવાને એસિડ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં મેટોડા પોલીસને જાણ કરાઇ હતી. તે કારખાનામાં મજૂરી કરે છે. મગજ ભમતો હોવાથી આ પગલુ ભર્યાનું રટણ કર્યુ હતું.

(2:59 PM IST)