હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેઢીના નામના કાચા બીલ મોકલી મુંબઇના વેપારી સાથે રૂા.૭.૬૪ લાખની ઠગાઇમાં ગજેન્દ્ર પકડાયો
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ધરપકડ કરી

રાજકોટ, તા. ૧૧: સોશિયલ મીડીયા માં ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી પ્રેમ સીલ્વર ઓર્નામેન્ટસ નામની પેઢીના કાચા બીલ મોકલી મુંબઇના વેપારી સાથે રૂા. ૭.૬૪ લાખની છેતરપીંડી આચરવાના ગુનામાં એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સોશીયલ મીડીયામાં ઓનલાઇન ફ્રોડના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા ની સૂચનાથી સાયબર પોલીસ મથકના પી.આઇજે. એચ.કૈલા તથા આર.જી. પઢિયારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્યારે ફેસબુક મારફતે ઓનલાઇન ફ્રોડના ગુનામાં ફરાર શખ્સ રાજકોટમાં હોવાની બાતમી મળતા જામનગર રોડ પર અવધ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્ર હીમ્મતલાલ ભાઇ પરમાર (ઉ.વ. ૫૯) ને પકડી લીધો હતો. રાજેન્દ્ર એ ૨૦૨૪ માં પોતાના ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી પ્રેમ સીલ્વર ઓર્નામેન્ટસના નામે મુંબઇના શાંતી ગોલ્ડ પેઢીના વેપારી અમીતભાઇ જૈન પાસેથી સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર મેળવી પ્રેમ ઓર્નામેન્ટસ પેઢીના નામના કાચા બીલની ચીઠ્ઠી મોકલી રૂા. ૭, ૬૪, ૮૦૦ ની છેતરપીંડી આચરી હતી. આ અંગે સાયબર પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી










