<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

૧૧પ વર્ષ જુના દશાશ્રીમાળી જૈન વિદ્યાર્થી ભુવનનું ૧પ કરોડના ખર્ચે પુનઃ નિર્માણ

૨૮ ફેબ્રુઆરી ૧૯રપના દિવસે આ છાત્રાલયની ઇમારત ‘ત્રિભુવન ભુવન' ઠાકોર સાહેબ સર લાખાજીરાજના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીના હસ્‍તે ખુલ્લી મુકાઇ હતી :આજ દિવસ સુધીમાં ર૧ હજારથી વધારે વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં રહી અભ્‍યાસ કરી શ્રેષ્‍ઠ કારકીર્દીનું ઘડતર કર્યુ : ૬પ થી વધારે જૈન સાધુઓ-સાધ્‍વીજીઓના દિક્ષા :મહોત્‍સવ પણ અહિં યોજાઇ ચુકયા છે : આધુનિક બિલ્‍ડીંગ નિર્માણ કાર્યમાં બોર્ડીંગના પુર્વ છાત્ર મુંબઇ નિવાસી શશીકાંતભાઇ બદાણીનું માતબર અનુદાન : નિર્માણના પ્રણેતા પૂ.ધીરગુરૂદેવ

જૈન બોર્ડીંગ પુનઃ નિર્માણ અને નુતનીકરણની માહિતી આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ટ્રસ્‍ટી મંડળના પ્રમુખ મહેન્‍દ્રભાઇ મહેતા, વિમલભાઇ પારેખ, વિપુલ પંચમતીયા અને આર્કિટેક સુરેશ સંઘવી પરિવારે વર્ણવી ત્‍યારની તસ્‍વીર. (ફોટોઃ સંદીપ બગથરીયા) (૯.રપ)

રાજકોટ, તા., ૧૧: શહરની મધ્‍યમાં માલવીયા ચોકમાં આવેલા ૧૧પ વર્ષ જુના દશાશ્રીમાળી જૈન વિદ્યાર્થી ભુવનનું ૧પ કરોડના ખર્ચે પુનઃ નિર્માણ અને નુતનીકરણ કરવામાં આવ્‍યું છે. પૂ. ધીરગુરૂદેવની પ્રેરણાથી થયેલા આ પ્રોજેકટ અંગે ટ્રસ્‍ટી મંડળે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવી હતી.

શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવન, રાજકોટ શહેરની મધ્‍યમાં, માલવિયા ચોક, ગોંડલ રોડ ઉપર ૧૧૫ વર્ષથી, સમગ્ર સૌરાષ્‍ટ્રના જુદા-જુદા વિસ્‍તારના, જૈન અને વણિક વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ માટે, રહેવા તથા જમવાની સવલત આપતી એક અનન્‍ય શૈક્ષણીક સંસ્‍થા છે.

આજથી ૧૧૭ વર્ષ પહેલાં, જયારે રાજકોટ અને ભાવનગર સિવાય, સમગ્ર સૌરાષ્‍ટ્રમાં, ઉચ્‍ચ શિક્ષણની સુવિધાઓ અન્‍ય શહેરોમાં ન હતી, ત્‍યારે શહેરના મહાજનરૂપ શ્રી દેવજી પ્રાગજી પારેખ અને શ્રી ત્રિભુવન પ્રાગજી પારેખને આ ઉચ્‍ચ વિચાર આવ્‍યો અને વર્ષ ૧૯૦૮ માં ૮ વિદ્યાર્થીઓ માટે તેમણે રહેવા-જમવાની સવલતસહ, જૈન બોર્ડીંગની શરૂઆત કરી. આ સુવિધાથી, બહારગામ વસતા વિદ્યાર્થીઓનો રાજકોટ તરફ પ્રવાહ વધતો રહ્યો અને વધારે અને વિશાળ સુવિધાની જરૂરત ઉભી થઈ.

ત્રિભુવન ભુવન

પારેખ ભાઈઓએ આ સુવિધાને મૂર્તિમંત સ્‍વરૂપ આપવાના નિર્ધાર સાથે, રાજકોટના પ્રજાવત્‍સલ રાજવી સર લાખાજીરાજ પાસેથી ગોંડલ રોડ અને રજપુતપરા શેરીના કાટખૂણે, મુખ્‍ય ચોકમાં ૧૧,૦૦૦ ચોરસ વાર જમીન વેંચાણ લઈ, આ સંસ્‍થા - શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવનને બક્ષીશરૂપે અર્પણ કરી અને જૈન વિદ્યાર્થીઓ માટે આ સવલત પ્રાપ્‍ત થઈ.

આ જૈન છાત્રાલયની નવી ઈમારત ત્રિભુવન ભુવન રાજકોટ ઠાકોર સાહેબ સર લાખાજીરાજના અધ્‍યક્ષસ્‍થાને, મહાત્‍મા ગાંધીજીના હસ્‍તે તા.૨૮/૦૨/૧૯૨૫ ના રોજ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી.

ત્‍યારબાદ, જરૂરત વધતાં, ડો. પ્રાણજીવનદાસ મહેતા તથા શ્રી હેમચંદ ધારશી મહેતાની સખાવતથી અન્‍ય બે ઈમારતની સ્‍થાપના કરવામાં આવેલ.

આજ સુધીમાં ૨૧ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ છાત્રાલયમાં રહી, અભ્‍યાસ કરી, શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરી, વિવિધ ક્ષેત્રોમાં અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે.

આ છાત્રાલયના પટાંગણમાં ૬૫ થી વધારે જૈન સાધુઓ અને સાઘ્‍વીજીઓના દિક્ષા મહોત્‍સવનું આયોજન થયેલ છે અને તે અનુસાર, આ જમીન અતિ પાવક અને પવિત્ર બની રહી છે.

સમયાંતરે, શિક્ષણની સુવિધાઓ સૌરાષ્‍ટ્રના મોટાભાગના શહેરોમાં વિસ્‍તરતી ગઈ, તથા શહેરના જુદા-જુદા વિસ્‍તારમાં, નવી-નવી શિક્ષણ સંસ્‍થાઓ સાથે, આધુનિક હોસ્‍ટેલની સુવિધા વધતી ગઈ, જેથી આ છાત્રાલયના જુના મકાનોમાં, વિદ્યાર્થીઓની સંખ્‍યા ઘટતી ગઈ.

નિર્માણ પ્રણેતા પૂ. ધીરગુરૂદેવ

આ હકીકત ૅપરમાર્થ દ્રષ્ટા, પરમ હિતકારી જગમે સંત - સૂત્રને ચરિતાર્થ કરનારા, દીર્ઘદ્રષ્ટા, શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્‍ય શ્રી ધીરગુરૂદેવના ધ્‍યાનમાં આવી અને આ જૈન બોર્ડીંગના નિષ્ઠાવાન ટ્રસ્‍ટીશ્રીઓને યુગપ્રવર્તક વિદ્વાન શ્રી ધીરગુરૂદેવનો અદ્વિતીય સહારો મળ્‍યો અને ગુરૂદેવની પ્રેરણાથી, સખી સદ્ગળહસ્‍થોના દાનની સરવાણી વધતી ગઈ અને ગુરૂદેવે આધુનિક હોસ્‍ટેલ બિલ્‍ડીંગ તથા મલ્‍ટીપરપઝ હોલનું આયોજન વિચાર્યું. રાજકોટના વતની, હાલ કોલકત્તા નિવાસી ડો. સી. જે. દેશાઈની સ્‍મળતિમાં શ્રી ચંદ્રવદનભાઈ દેશાઈ અને ઈથીયોપીયાવાળા સુશ્રી સુશીલાબેન ઈન્‍દુભાઈ બદાણીના માતબર અનુદાનથી અદ્યતન સુવિધાયુક્‍ત મલ્‍ટીપરપઝ હોલ મહાવીર ભવન અને મહાવીર હોલનું નિર્માણ નક્કી  થશે.

આ જૈન બોર્ડીંગના પૂર્વ છાત્ર એવા મુંબઈ નિવાસી, જૈન અગ્રણી શ્રી શશીકાન્‍તભાઈ બદાણીએ જૈન બોર્ડીંગનો સંપૂર્ણ કાયાકલ્‍પ કરવા માતબર અનુદાનનો લાભ લીધો. અન્‍ય સખી ગળહસ્‍થોના અનુદાનથી કુલ રૂા. ૧૫.૦૦ કરોડનું અનુદાન એકત્ર થયું અને પૂજય ગુરૂદેવના માર્ગદર્શન અને પ્રેરણાથી, આજે આ અતિ આધુનિક, સુલભ સગવડ અને સવલત સહિત નવી જૈન બોર્ડીંગ અને મહાવીર ભવનનું નવી ઈમારતોનું સ્‍વપ્ન સાકાર કરી શકાયું છે.

જૈન બોર્ડીંગ અને સંઘવી પરિવાર

આ સંસ્‍થા સાથે સંઘવી પરિવારનો ૭૦ વર્ષથી વધારે અનન્‍ય સંબંધ રહ્યો છે.

શહેરના રચિયતા ગણાતા સ્‍વ. ત્રંબકભાઈ સંઘવી આ સંસ્‍થાના ૧૯૫૬ થી ૧૯૬૨ સુધી ટ્રસ્‍ટી અને જનરલ સેક્રેટરી રહ્યા હતાં. તેમણે આ બોર્ડીંગના છાત્રો માટે ઘણી સુવિધાઓ અને સવલતો વધારેલ. તેમણે આ સંસ્‍થા માટે રજપુતપરા રોડ ઉપર આવેલ, સંસ્‍થાની ૨,૦૦૦ ચો.વાર જમીન ઉપર, મધ્‍યમ આવકવાળા જૈન પરિવાર માટે બે રૂમ, કિચન, વરન્‍ડાના કુલ ૨૦,૦૦૦ ચો.ફુટ બાંધકામનાં ૩૫ બ્‍લોકના ૅમહાવીર નિવાસૅ નું નિર્માણ કરેલ હતું.

જાણીતા આર્કિટેકટ શ્રી સુરેશભાઈ સંઘવી ની ૧૯૬૨ માં ટ્રસ્‍ટી તરીકે નિમણુંક થયેલ અને સંસ્‍થાના સુવર્ણ જયંતિ વર્ષમાં તેઓ આ ટ્રસ્‍ટના માનદ્દ મંત્રી હતા અને તેમણે બોર્ડીંગ માટે નવા ડાયનીંગ બ્‍લોકનું નિર્માણ કરેલ હતું.

આ જૈન બોર્ડીંગના નવનિર્માણ અને નુતનીકરણનું પ્‍લાનીંગ, ઇન્‍ટીરીઅર ડિઝાઈન તથા ડેકોરેશન, સેન્‍ટ્રલી એર કન્‍ડીશનીંગ, સાઉન્‍ડ તથા એકોસ્‍ટીકલ ટ્રીટમેન્‍ટ સહિતનું, લેન્‍ડ સ્‍કેપીંગ તથા ગાર્ડન વગેરે સમગ્ર આયોજન સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત આર્કિટેકટ્‍સ સ્‍ટાર આર્કિટેકટ્‍સ ના આર્કિટેકટ રિખવ સંઘવી તથા આર્કિટેકટ હેમલ સંઘવી એ કરેલ છે, જે અનુસાર, સંઘવી પરિવારની ત્રણ પેઢીનું આ સંસ્‍થામાં યોગદાન રહ્યું છે.

આર્કિટેકટની નઝરે : આર્કિટેકટ રિખવ સંઘવી નુતન હોસ્‍ટેલ :

નિર્માણ પ્રણેતા પૂજ્‍ય ધીરગુરૂદેવ અને સર્વ ટ્રસ્‍ટીશ્રીઓ સાથે આ આયોજન અંગે વિસ્‍તળત ચર્ચા કરી, પ્રવર્તમાન યુગમાં બોર્ડીંગ / હોસ્‍ટેલમાં કયા પ્રકારની સગવડ અને સવલત વિદ્યાર્થીઓ માટે જરૂરી છે, તે અનુરૂપ આયોજન કરવામાં આવેલ છે.

બોર્ડીંગની જુની સગવડ મુજબ ડોરમીટરી ટાઈપ રૂમ, કોમન ટોયલેટ વગેરે હૈયાત હતાં, આ ૧૧૫ વર્ષ જુના મકાનો પાડી, નવી અદ્યતન હોસ્‍ટેલને અનુરૂપ આયોજન કરવામાં આવેલ છે.

આ અદ્યતન બોર્ડીંગની ઈમારત ત્રણ માળની છે, જેમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં પ્રાર્થના ગળહ / વ્‍યાખ્‍યાન ગળહ અને ભોજનખંડ તથા રસોડું, તથા ડબલ હાઈટનું એન્‍ટ્રન્‍સ ફોયર, ફર્સ્‍ટ ફલોરમાં છાત્રો માટેના ૧૨ રૂમ અને સેકન્‍ડ ફલોરમાં ૧૨ રૂમ, લાયબ્રેરી ખંડ તથા જીમ્‍નેશ્‍યમ ખંડની સુવિધા આપેલ છે.

છાત્રો માટેના કુલ ૨૪ રૂમમાં, દરેકમાં ત્રણ વિદ્યાર્થી રહી શકે તેવી સુલભ સગવડતા, દરેક માટે પલંગ, ટેબલ, ચેર અને કબાટ તથા દરેક રૂમને એટેચ્‍ડ ટોયલેટ આપેલ છે. આ આધુનિક બોર્ડીંગમાં સર્વ સાધન-સગવડ સંપન્ન ૨૪ રૂમમાં કુલ ૭૨ છાત્રો માટેની સુવિધા અપાયેલ છે તથા છાત્રો માટે લાયબ્રેરી અને જીમ્‍નેશ્‍યમ પણ આપેલ છે. બોર્ડીંગનું કુલ બાંધકામ ૨૧,૦૦૦ ચો.ફુટ નું છે.

મલ્‍ટીપરપઝ હોલ

પૂજ્‍ય ગુરૂદેવની દીર્ઘદ્રષ્ટિ આ ટ્રસ્‍ટ તરફથી એક અદભૂત નઝરાણું આપવાની હતી, આ માટે તેઓશ્રીએ ટ્રસ્‍ટીશ્રીઓ તથા આર્કિટેકટ રિખવભાઈ સંઘવી સાથે વિચાર વિમર્ષ કરી, એક નવો જ વિચાર આપ્‍યો કે સમગ્ર શહેરને તથા જૈન સમાજને, તેમના પરિવારના શુભ પ્રસંગો માટે એક વિશાળ હોલ આપવો જરૂરી છે. આ હોલમાં, ૬,૦૦૦ ચોરસ ફુટ તથા ૮૦૦ ચેરની સુવિધા, આગળના ભાગમાં ડબલ હાઈટનો વિશાળ ૯૦૦ ચો.ફુટનો સ્‍વાગત કક્ષ, ડાયનીંગ તથા કિચન બ્‍લોક, આધુનિક ટોયલેટ બ્‍લોકસ, કાર્યાલય ખંડ તથા વર-કન્‍યા માટેના સંપૂર્ણ સગવડભર્યા બે રૂમ અને ફર્સ્‍ટ ફલોરમાં મહેમાનો માટેના એટેચ્‍ડ ટોયલેટ સહિતના ૧૧ રૂમની સગવડ આપેલ છે. આ સમગ્ર ઈમારત સેન્‍ટ્રલી એર કન્‍ડીશન્‍ડ તથા એકોસ્‍ટીકલ ટ્રીટમેન્‍ટ અને સુંદર, આંતરીક સુશોભન સાથે પૂર્ણ થયેલ છે.

આર્કિટેકટની દ્રષ્ટિએ આ ઈમારત અદ્યતન અને નયનરમ્‍ય કલાસીકલ આર્કિટેકચરૅ અને ૅગોલ્‍ડન રેશિયોનૉ સિદ્ધાંત તથા ૅડોરિક ઓર્ડર કોલમૅ ના સિદ્ધાંત ઉપર આ આયોજન થયેલ છે. ફ્રન્‍ટના એલીવેશનમાં ૅડેકોરેટીવ એન્‍ટાબ્‍લેચરૅ તથા ૅગ્‍લાસ રિઈન્‍ફોર્સડ કોંક્રેટથી સુશોભીત કરવામાં આવેલ છે.

આ મહાવીર ભવનનું કુલ બાંધકામ ૨૧,૦૦૦ ચો.ફુટનું છે તથા આ સાથે ૫૦ મોટરકાર તથા ૧૫૦ મોટર સાયકલનાં ર્પાકિંગની સગવડતા રાખેલ છે. આ ઈમારતમાં પ્રવેશ તથા નિકાશના અલગ-અલગ દ્વાર આપેલ હોવાથી અને ર્પાકિંગની સંપૂર્ણ સગવડતાથી, ટ્રાફીકજામ થવાની શકયતા નથી.

ઉપર મુજબની બન્ને ઈમારતનું કુલ ૪૨,૦૦૦ ચો.ફુટ બાંધકામ, આંતરીક સુશોભન, ઈલેકટ્રીકલ ડેકોરેશન, એકોસ્‍ટીકલ ટ્રીટમેન્‍ટ અને સેન્‍ટ્રલી એરકન્‍ડીશનીંગ સહિતના કામનું કુલ ખર્ચ રૂા.૧૫.૦૦ કરોડ થયેલ છે. આર્કિટેકટ અને ટ્રસ્‍ટીશ્રીઓની બાંધકામ માટે શકય તેટલી કરકસર સાથે આ કાર્ય સંપન્ન થયું છે.

ટ્રસ્‍ટી મંડળ

આ આયોજનમાં, પૂજ્‍યપાદ શ્રી ધીરગુરૂદેવનું માર્ગદર્શન તથા ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઈ મહેતા, માનદ્દમંત્રી વિમલભાઈ પારેખ તથા વિપુલભાઈ પંચમીયા, અતુલભાઈ પારેખ, અચ્‍યુતભાઈ જસાણી, મુકેશભાઈ કામદાર સહિત સર્વ ટ્રસ્‍ટીશ્રીઓની ઉદ્દાત શુભનિષ્ઠા, કર્તવ્‍યભાવના, ટીમ સ્‍પીરીટ અને સેવાભાવનાથી ગુરૂદેવના સ્‍વપ્ન સમાન આ આયોજનને સાકાર સ્‍વરૂપ આપી શકાયું છે અને આ અમૂલ્‍ય નઝરાણું સમાજને અર્પીત કરી શકાયું છે. (૯.રપ)

(3:27 PM IST)