<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટ કલેકટરના ૩૪ કલાર્ક-તલાટીના સી.આર. રીપોર્ટ મંગાવતું મહેસૂલ તંત્રઃ તમામ ર૦૧પ સુધીની બેચના લેવાયા

રાજકોટમાં હાલ ૧પ૦ કલાર્ક-૧૦૦ તલાટી તથા ૧પ નાયબ મામલતદારની જગ્‍યા ખાલી

રાજકોટ તા. ૧૧: રાજયના મહેસૂલ ખાતાએ ર૦૧પ સુધીની બેચના કારકૂન અને તલાટીને ટુંક સમયમાં બઢતી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે, આગામી દિવસોમાં ઢગલાબંધ મહેસૂલ કારકૂન અને તલાટીઓના પ્રમોશન નીકળશે, અને આ સંદર્ભે એક તાકિદનો લેટર રાજકોટ સહિત રાજયભરના કલેકટરોને પાઠવી ર૦૧પ સુધીની બેચમાં આવરાઇ જતા કારકૂન-તલાટીઓના કામગીરી અંગેના સી.આર. રીપોર્ટ એટલે કે ખાનગી રીપોર્ટ મંગાવ્‍યા હોવાનું કલેકટર કચેરીના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ કલેકટર હસ્‍તકના ૩૪ જેટલા કારકૂન-તલાટીઓ ર૦૧પ સુધીની બેચમાં આવી જતા હોય આ લોકોના સી.આર. રીપોર્ટ પાંચ દિવસમાં મોકલવા ગાંધીનગર મહેસૂલ ખાતાએ સૂચના આપી છે.

આ પત્ર બાદ રાજકોટ કલેકટર દ્વારા ર૦૧પની બેચના કારકૂન અને તલાટી હાલ જે તે મામલતદાર કે પ્રાંત કચેરીમાં ફરજ બજાવે છે તેમના અંગે રીપોર્ટ મોકલવા મામલતદારો-પ્રાંતને સૂચના આપી છે. અંદાજે ૩૪ જેટલા આ કર્મચારીઓમાં આર. ડી. ઝાલા, પ્રાંત કચેરીના હિતેષભાઇ, નીરાલીબેન વિગેરેનો સમાવેશ થતો હોવાનું સાધનોએ ઉમેર્યું હતું. (૭.૩૬)

(3:31 PM IST)