<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રમત-ગમતથી શારીરીક, માનસિક સુંદરતા વધે

ટ્રુસ્‍ટાઇલ સલોન અને એકેડેમી દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણીઃ ફ્રીઝબી ટુનામેન્‍ટનું આયોજન કરાયું: મહિલા અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિ : તૃપ્‍તિ જાની

રાજકોટઃ ટ્રુ સ્‍ટાઇલ સલોન અને ટ્રુ સ્‍ટાઇલ એકેડેમી દ્વારા મહિલા દિવસની ઉજવણીમાં અંતર્ગત ફ્રિઝબી ટૂનામેન્‍ટનુ સૌરાષ્ટ માં સૌપ્રથમવાર સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું.આ ટૂનામેન્‍ટના પ્રારંભ પ્રસંગે  ધારા સભ્‍ય ડો. દર્શિતાબેન શાહ,  ભાવનાબેન જોષીપુરા,( પ્રથમ મહિલા મેયર, ધારા શાષાી) જયોતીબેન રાજયગુરુ, (કણસાગરા કોલેજ ના પ્રિન્‍સિપાલ) નમ્રતાબેન ભટ્ટ,(હોલી સેન્‍ટ સ્‍કૂલ ના વાઇસ પ્રિન્‍સિપાલ)  ભાવનાબેન પારેખ,(ગુજરાત ભારત કોચ એન્‍ડ ટ્રેઈનર)આશાબેન ઉપાધ્‍યાય,(કોર્પોરેટ રા.મ્‍યુ.કોર્પો.,વી.વી.પી.એન્‍જિનિયર કોલેજ ના પ્રોફેસર) ગીતાબેન સોજીત્રા,(ગુજરાત બોર્ડ યોગ કોર્ડીનેટર)રમાબેન હેરભા,(સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલ ના ટ્રસ્‍ટી એન્‍ડ પ્રિન્‍સિપાલ )પુષ્‍પાબેન રાઠોડ,(પૂજા હોબી સેન્‍ટર)ડો.આરતીબેન વાછાણી,(સિનિયર ગાયનેકોલોજિસ્‍ટ )  ડો. જેનીસાબેન સોઢા,(ઓરલ એન્‍ડ મેગઝીલો ફેશિયલ સર્જન)  દમયંતીબેન જાની (કલાસ ટુ એ જી ઓફિસર) ઉપસ્‍થિત રહયા હતા.  ટ્રુસ્‍ટાઇલ એકેડેમીના ડાયરેકટર તૃપ્તિબેન જાનીના માનવા મુજબ આ અનોખી સ્‍પર્ધાનો ઉદ્દેશ્‍ય મહિલા સશક્‍તિકરણને પ્રોત્‍સાહન આપવા અને મહિલા રમતગમત પ્રત્‍યે જાગૃતિ લાવવાનો છે. રમતગમત સ્‍થિતિસ્‍થાપકતા ,  ટીમવર્ક અને શ્રેષ્ઠતાની શોધ શીખવવા માટે અમૂલ્‍ય છે. તે સ્‍વસ્‍થ સ્‍પર્ધા અને વ્‍યક્‍તિગત વિકાસ માટે એક અનોખું પ્‍લેટફોર્મ પૂરું પાડે છે. ખાસ કરીને મહિલાઓ માટે, રમતગમત આત્‍મવિશ્વાસ વધારવા અને અવરોધોને તોડવા માટે એક શક્‍તિશાળી સાધન બની શકે છે. રમત-ગમતથી શારીરીક અને માનસિક સુંદરતા વધે તેમ જણાવેલ. આ ટુનામેન્‍ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આંતરાષ્ટ્રીય વુમન્‍સ ડે ની ઉજવણી  મહિલાઓ દ્વારા, મહિલાઓ થી, મહિલાઓ માટે ટુનામેન્‍ટ યોજવામાં આવી હોવાનું જણાવાયું છે. આ સ્‍પર્ધા ના વિજેતાઓને  ગોલ્‍ડ અને સિલ્‍વર મેડલ અને આકર્ષક ગિફ્‌ટ હેમ્‍પર આપવામાં આવ્‍યા હતા. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૯ર૪૬ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩૬-૧૦)

(3:32 PM IST)