News of Tuesday, 11th March 2025
દવાઓ માટે દરેક મેડિકલ સ્ટોરમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાશે
કેમિસ્ટ એસોસીએશન રાજકોટના હોદેદારોની ટીમ અકિલાના આંગણેઃ ત્રણ વર્ષ માટેના કાર્યક્રમ જાહેર :નાની મોટી ઇજા કે અકસ્માત થયું હોય ત્યારે ૧૦૮ આવે તે પહેલા પ્રાથમીક સારવાર મળી રહે તે માટે મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા કરાશેઃ જેનેરીક દવાઓ માટે અલગ કાઉન્ટર ખોલાશેઃ સંસ્થામાં કુલ ૧૪પ૦ સભ્યો કાર્યરતઃ મયુરસિંહ જાડેજા

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કેમીસ્ટ એસોસીએશનના રાજકોટના હોદેદારો સર્વશ્રી મયુરસિંહ જાડેજા, અનીમેષભાઇ દેસાઇ, બાબુલાલ ભુવા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ કેમીસ્ટ એસોસીએશન રાજકોટના મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઇ દેસાઇની પેનલ ચોથી વખત બિન હરીફ વિજય થયેલ છે. મયુરસિંહ જાડેજા ચોથી વખત પ્રમુખ અને અનિમેષભાઇ દેસાઇ માનદ મંત્રી થયેલ છે. બંનેની જોડી રાજકોટથી લઇ અને ઓલ ઇન્ડિયા સુધી જુદી જુદી જગ્યાએ હોદેદારો છે.
મયુરસિંહ જાડેજા (પ્રમુખ કેમીસ્ટ એસોસીએશન રાજકોટ, પ્રમુખ રાજકોટ ડીસ્ટ્રીકટ કેમીસ્ટ કાઉન્સીલ, પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગઇસ્ટ એસોસીએશન, વાઇસ પ્રેસીડેન્ટ ઓલ ઇન્ડીયા કેમીસ્ટ એન્ડ ડ્રગઇસ્ટ એસોસીએશન), અનીમેષભાઇ દેસાઇ (માનદ મંત્રી કેમીસ્ટ એસોસીએશન રાજકોટ, માનદ મંત્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કેમીસ્ટ કાઉન્સીલ, માનદ મંત્રી સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગઇસ્ટ એસોસીએશન, જોઇન્ટ સેક્રેટરી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગઇસ્ટ એસોસીએશન) છે.
કેમીસ્ટ એસોસીએશન રાજકોટના હોદેદારોએ આગામી ત્રણ વર્ષ માટે કાર્યક્રમોની યાદી જાહેર કરેલ છે. જે આ મુજબ છે. (૧) લોકોને જયારે નાની મોટી ઇન્જરી અથવા એકસીડન્ટ થયું હોય ત્યારે ૧૦૮ આવે તે પહેલા પ્રાથમીક સારવાર મળી રહે તે માટેની તે દરેક મેડીકલ સ્ટોરમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. (ર) દવા માટે દરેક મેડીકલ સ્ટોરમાં એક હેલ્પ ડેસ્ક ખોલવામાં આવશે જેની અંદર દર્દીઓને દવાની માહીતી તો મળશે જ પણ સાથે સાથે વિકલ્પીક સસ્તી અને સારી દવા કઇ છે તે પણ જાણકારી દેવામાં આવશે. (૩) દવા બજાર ની અંદર ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ખોલી આસીસ્ટન્ટ ઇન ફાર્મસીનો કોર્સ ચાલુ કરવાના જેથી લોકોને રોજગારી મળશે અને વેપારીઓને દવા બજારનું જ્ઞાન અને અનુભવ ધરાવતા સ્ટાફ તૈયાર કરીને દેવામાં આવશે.
(૪) ધંધાની અંદર ઉપયોગમાં આવતા સોફટવેર સંસ્થા મેમ્બરોની જરૂરિયાત મુજબ ફેરફાર કરાવશે જેથી કરીને વેપારીઓને ધંધાની સરળતા રહે. (પ) મેમ્બરો માટે એજ્યુકેશનલ વર્કશોપ જેની અંદર દવા ને લગતી દરેક જાતની જરૂરી માહિતી તો આપશું જ પણ સાથે સાથે ઓનલાઇન અને કોર્પોરેટ કંપનીઓ સાથે કેવી રીતે ફરીફાઈ કરી ધંધામાં ં તેમનાથી આગળ નીકળવું આ બધી માહિતી અને ટ્રેનિંગ આપશું. (૬) દવા બજાર ની અંદર રોજરોજ ની જરૂરીયાત વાળી વસ્તુ જેમ કે ટ્રાન્સપોર્ટ, કુરિયર, સ્ટેશનરી, પેપરબેગ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટુન અને અન્ય આ બધી જ જરૂરિયાત વાળી વસ્તુઓનો એક રેટ કોન્ટેક્ટ કરી અને મેમ્બરોને ફાયદામાં દેવામાં આવશે. (૭) કેમિસ્ટ સોશિયલ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવશે જેની અંદર મેમ્બરોના પરિવાર સાથે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે.
કેમીસ્ટ એસોસીએશનના રાજકોટના હોદેદારો ની યાદી આ મુજબ છે. પ્રમુખ-મયુરસિંહ જાડેજા જય આશાપુરા મેડીકલ સ્ટોર, માનદ મંત્રી અનીમેષભાઇ દેસાઇ આદીનાથ ડીસ્ટ્રીબ્યુટર, ઉપપ્રમુખ બાબુલાલ ભુવા વિવેક ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર, ખજાનચી મુકેશભાઇ કોયાણી મેકસોન ફાર્મા, સહમંત્રી અમીતભાઇ મજેઠીયા સ્મિત મેડીકલ સ્ટોર, સહમંત્રી ભરતભાઇ પટેલ ન્યુ શ્રીજી મેડીકલ સ્ટોર, ઓર્ગેનાઇજીંગ મંત્રી કેશુભાઇ ભુત અમૃત મેડીકલ એજન્સી, ઓર્ગેનાઇજીંગ મંત્રી જયેશભાઇ કાલરીયા એબીસી મેડીકલ સેન્ટર, કારોબારી સભ્યો સત્યેનભાઇ પટેલ સર્વિસ સ્ટોર, રમેશભાઇ કયાડા ગીરનાર મેડીકલ સ્ટોર, જીતુભાઇ પંચમીયા શિવાલય ડીસ્ટ્રીબ્યુટર, છગનભાઇ કથીરીયા વિવેક ફાર્મા, મનોજભાઇ પાનસુરીયા ભવ્ય એન્ટરપ્રાઇઝ, નાથાભાઇ સોજીત્રા વિકાસ ફાર્મસી, ભુપેશભાઇ તન્ના ભુપેશ મેડીસીન, કાર્તીકભાઇ પાબારી ઓરેન્જ માર્કેટીંગ, હરેશભાઇ ખુંટ ધરતી મેડીકલ સ્ટોર, નિમેશભાઇ ભીમાણી શિવમ ફાર્મા, મનીશભાઇ જોટંગીયા યુવરાજ મેડીકલ સ્ટોર, સંજયભાઇ પરમાર શુભ સર્જીકલ, પારસભાઇ પારેખ બાલાજી મેડીકલ સ્ટોર, તેજસભાઇ બખાઇ કમલ મેડીકલ સ્ટોર, જગદીશભાઇ તરપદા આલાપ મેડીકલ એજન્સી, પ્રવીણભાઇ સખીયા અમૃત માર્કેટીંગ, હિતેશભાઇ જાલાવડીયા જે.કે.મેડીકો, સંજયભાઇ સોજીત્રા મીલાપ મેડીકલ સ્ટોર, ભાર્ગવભાઇ ઘેલાણી આસ્થા મેડીકલ સ્ટોર, જમનભાઇ સંખાવરા બજરંગ મેડીકલ સ્ટોર, ગીરીશભાઇ ખાપરા રીલાઇન્સ ફાર્માસ્યુટીકલ, અમુલભાઇ ગોહેલ ન્યુ મારૂતી મેડીકલ સ્ટોર, ભાવેશભાઇ દોશી સર્વિન હેલ્થકેર, નિરજભાઇ દોશી યુનાઇટેડ મેડીકલ એજન્સી, નીલેશભાઇ સગપરીયા ફોરમ એન્ટરપ્રાઇઝ, અમીતભાઇ કોયાણી ઇશ્વર મેડીકલ એજન્સી, વિનોદભાઇ સોજીત્રા ગર્વ મેડીકલ એજન્સી, રાજભાઇ મેઘપરા યશ એન્ડ યશ ફાર્મા, પ્રજ્ઞેશભાઇ સુચક દેવપુષ્પ મેડીકલ સ્ટોર, હિતેશભાઇ ત્રાડા મેડીજોન મેડીકલ સ્ટોર, પ્રતીકભાઇ ગોસ્વામી રૂદ્રાક્ષ મેડીકલ સ્ટોર, કેતનભાઇ મહેતા કવાલીટી ફાર્મા, કો-ઓપ્ટ સભ્ય મીતેશભાઇ જોશી શ્રી શકિત એજન્સી.
(3:57 PM IST)










