<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

અતિશય ગરમીઃ હીટવેવ સામે કાળજી રાખવા આટલું કરો

પુરતુ પાણી પીઓ, બપોરના સમયે મહેનતવાળી પ્રવૃતિઓ ટાળો, વધુ પ્રોટીનવાળો ખોરાક અને વાસી ખોરાક ન ખાઓઃ લૂ લાગવાથી બચોઃ મહાનગર આરોગ્‍ય અધિકારીઓની જાહેર જનતા જોગ સુચના

 

રાજકોટ, તા. ૧૧: ઉનાળાની શરૂઆતથી જ રાજકોટમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ ગયો છે, ત્‍યારે મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા શહેરીજનોને હીટ વેવથી બચવા શું કાળજી રાખવી તે અંગે સલાહ આપવામાં આવી છે.

મનપાની સતાવાર યાદીમાં આરોગ્‍ય વિભાગન જણાવ્‍યા મુજબ

* હાઇડ્રેટેડ રહો, જ્‍યારે પણ શકય હોય ત્‍યારે પુરતું પાણી પીઓ.

* મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.

* ઓરલ રીહાઈડ્રેશન સોલ્‍યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસલસ્‍સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો.

* બપોરે બહાર હોય ત્‍યારે વધુ મહેનતવાળી પ્રવળત્તિઓ ટાળો.

* ખુલ્લા પગે બહાર ન જાવ.

* દિવસના સૌથી ગરમ સમય દરમ્‍યાન રસોઈ કરવાનું ટાળો. તેમજ રસોઈ વિસ્‍તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો.

* આલ્‍કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુ પ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળો જે શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુઃખાવો થઈ શકે છે.

* વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.

* પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.

અતિશય ગરમીના લીધે લુ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.

* ખુબ પરસેવો થવો, અશક્‍તિ લાગવી અને તાાયુમાં દુઃખાવો.

* માથાનો દુઃખાવો, ચક્કર આવવા.

* ચામડી લાલ - સુકી અને ગરમ થઈ જવી.

* ઉબકા અને ઉલ્‍ટી થવી

સામાન્‍ય માહિતી જો ઉપરોક્‍ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે સરકારી હોસ્‍પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્‍સીમાં ૧૦૮ નો સંપર્ક કરવો.

(4:18 PM IST)