<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

થ્રી લીયર બ્રીજ સહિતના પ૭પ કરોડના વિકાસ કામોની ભેટ મળશે

ર૬ મીએ ભુપેન્‍દ્રભાઇ પટેલને વિવિધ પ્રકલ્‍પના લોકાર્પણ-ખાતમુર્હુત માટે નિમંત્રણ : કટારિયા ચોકડીએ મોટામવાથી કાલાવડ તરફ ઓવરબ્રિજ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડથી જામનગર રોડ તરફ અન્‍ડર બ્રિજ તથા નોર્મલ રસ્‍તા, વોર્ડ નં. ૧રમાં સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, ઘંટેશ્વરથી કોરાટ ચોકડી સુધીનો ફોર લેન રોડ સહિતના મુખ્‍ય પ્રોજેકટનો સમાવેશ

રાજકોટ તા. ૧૨: મહાનગરપાલિકા દ્વારા બ્રીજ, રોડ, રસ્‍તા સ્‍પોર્ટ કોમ્‍પલેક્ષ સહિતના પ્રોજેક્‍ટો હાથ ધર્યા છે. તેવી જ રીતે રૂડા વિસ્‍તારના પણ રોડ રસ્‍તા સહિતના કામો શરૂ કરવામાં આવ્‍યા છે. તેમજ ટેન્‍ડર પ્રક્રિયાપૂર્ણ થઈ ગયેલ છે અને કામ ચાલુ થવાના બાકી  છે. તેવા તમામ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત માટે સંભવત આગામી ૨૬ માર્ચના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને કુલ રૂા. ૫૭૫ કરોડના પ્રકલ્‍પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું હોવાનું મનપાના સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્‍યું છે.

આગામી સપ્તાહે સંભવત તા. ૨૬ માર્ચના રોજ મુખ્‍ય મંત્રી એક કાર્યક્રમ અંતર્ગત સવારે મોરબી આવશે ત્‍યાર બાદ રાજકોટ ખાતે મહાનગરપાલિકા અને રૂડાના રૂા. ૫૭૫ કરોડના અલગ અલગ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરસે. મહાનગરપાલિકાના મુખ્‍ય કામો પૈકી કટારિયા ચોકડી ખાતે રૂા. ૧૬૭.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રીજનું ખાતમુહુર્ત તેમજ મવડી વિસ્‍તારમાં તૈયાર થયેલ રૂા. ૨૨.૩૪ કરોડનું સ્‍પોર્ટ કોમ્‍પલેક્ષનું લોકાર્પણ તેમના હસ્‍તે કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા તા. ૩ માર્ચ સુધી પુર્ણ થયેલા કામો અને ટેન્‍ડર પ્રક્રિયા થઈ ગઈ હોય અને ખાતમુહુર્ત બાકી હોય તેવા કામોનું લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યું છે. અને આ તમામ કામોનું ખાતામુહુર્ત અને લોકાર્પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવશ.ે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના અલગ અલગ પ્રોજેક્‍ટ પૈકી ઘંટેヘરથી કોરાટ ચોકડી સુધીના રીંગરોડ-૨ના ફોર લેનના ૧૦૦ કરોડના કામનું ખાતમુહુર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં મોટા પ્રોજેક્‍ટ તેમજ અન્‍ય કામોની ટેન્‍ડર પ્રક્રિયા કરી વર્કઓર્ડર આપી દેવામાં આવ્‍યા છે. જે કામ શરૂ થવામાં છે. તેવી જ રીતે છેલ્લા બે વર્ષથી કામ ચાલુ હોય અને તાજેતરમાં પુર્ણ થયા હોય તેવા પ્રોજેક્‍ટોનું લોકાર્પણ સહિતના કામો કરવાના બાકી હોય મુખ્‍યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવેલ જેનો સ્‍વીકાર કરી આગામી તા. ૨૬ના રોજ મહાનગરપાલિકાના ૫૦૦ કરોડના અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ૭૫ કરોડના કામોનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.(૫.૧૯)

 

(2:52 PM IST)