<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

શિવસંગમ સોસાયટીમાં હોલીકા દહન ઉત્‍સવ

ર૦ થી રર હજાર છાણાના ઉપયોગથી ૧૦ ફુટની હોળી બનાવાશેઃ નાસ્‍તો, શેરડીનો રસ, બાળકો રાઇડઝની મજા માણશે ફ્રી ચેકઅપ કેમ્‍પ

તસ્‍વીરમાં રાજુભાઇ મીતુલભાઇ લાલ, ઓમભાઇ મીતુલભાઇ લાલ, મેહુલ નથવાણી, સ્‍વસ્‍તીક ગ્રુપ રાજકોટ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ શહેરના જલારામ-ર સ્‍થિત  શિવ સંગમ સોસાયટીમાં છેલ્લા ૧૭ વર્ષથી મીતલભાઇ લાલ દ્વારા હોલીકાદહન ઉત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૩ ને ગુરૂવાર રાત્રે ૮ કલાકે હોલીકા પૂજન અને ૮-૩૦ કલાકે હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અંદાજીત ર૦ થી રર હજાર ગાયના છાણાંનો ઉપયોગ કરી ૧૦ ફૂટ ઊંચાઇ જેવડી હોલીકાની ગોઠવણી કર્યા ઉપરની સાઇડ અંદાજીત ૪ થી પ ફૂટની હોલીકા  માતાના ખોળામાં ભકત પ્રહલાદને બેસાડવામાં આવે છે. અને ખજુર-ધાણી દાળીયાનો પ્રસાદ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમને હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ પૂજન કરી શરૂ કરવામાં આવે છે.  

આ કાર્યક્રમમાં જાહેર જનતા માટે નાસ્‍તો, લાઇવ શેરડીનો રસ તેમજ ભૂલકાઓ માટે તથા બાળકો માટે અલગ અલગ ૮ જેટલી રાઇડસ પણ મૂકવામાં આવેલ છે, લાઇવ ઓરકેસ્‍ટ્રા મ્‍યુઝીકલ બેન્‍ડ પણ રાખવામાં આવેલ છે.

સાથે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્‍પ દર્શનાર્થી મહિલાઓ માટે મહેંદી મુકવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાથે રાત્રે ૧૧ વાગ્‍યાથી રાસની રમઝટ જામશે આ સાથે એરમૂવીંગ લાઇટસ શો આયોજન કરેલ છે છેલ્લા ૧૭ વર્ષથી થતાં આ આયોજનમાં કોઇપણ જાતનો જાહેર ફાળો લેવામાં આવતો ન હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:01 PM IST)