News of Wednesday, 12th March 2025
પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ : વિશાળ શોભાયાત્રા ભવ્ય બાઇક રેલી નિકળશે
ભાવિકોમાં અદમ્ય ઉત્સાહઃ બાઇક રેલીમાં નામ નોંધાવવા મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરો : સાથે સાથે પોથીજીની નોંધણી પણ પૂરજોશમાં ચાલી રહી છે. : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે લાખો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓ ૧૦૮ પોથીજીના દર્શન કરી ધન્ય બનશેઃ સર્વત્ર ‘રાધે રાધે' ના નાદ ગૂંજશે : સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટ કૃષ્ણમય બની જશે :શોભાયાત્રામાં બાઇક ઉપરાંત વિન્ટેજ કાર, મર્સીડીસ, ઓડી, બીએમ ડબલ્યુ, મારૂતિ, હ્યુનડાઇ સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, રથ, બગી, ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશે : મહિલા મંડળો ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. : પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે વ્યાસપીઠ સુધી લઇ જવાશે : અદ્યતન સાઉન્ડ સીસ્ટમ ધરાવતા ડી.જે.ના સથવારે વિરાણી ચોકથી શરૂ કરીને યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર થઇને વિશાળ શોભાયાત્રા રેસકોર્ષ પહોંચશે. : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ- ટીમ સુપર-ડુપર-શિસ્તબદ્ધ આયોજન કરવા કટીબદ્ધ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા અદકેરૂં - જાજરમાન આયોજન

રાજકોટ, તા. ૧૨: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘‘ રાજકોટ લોહાણા મહાજન'' દ્વારા વિશ્વ વિખ્યાત ભાગવતચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી ૫ એપ્રિલ, ૨૦૨૫ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું અદ્કેરૂ-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓ ૧૦૮ પોથીજીના દર્શન કરીને ધન્ય બનશે. સર્વત્ર ‘રાધે રાધે' ના નાદ સાથે સમગ્ર સોૈરાષ્ટ્ર-રાજકોટ કૃષ્ણમય બની જશે જેમાં બેમત નથી.કથાનો સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. દરરોજ કથાવિરામ બાદ હજારો ભાવિકો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર ભાગવત સપ્તાહના પ્રારંભે તા. ૩૦ માર્ચના રોજ બપોરે બે વાગ્યે રાજકોટના વિરાણી ચોકથી અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ધરાવતા ડી.જે.ના સથવારે વિશાળ શોભાયાત્રા નિકળશે, જેમાં હજારો યુવાનો સાફા બાંધીને ડ્રેસકોડ સાથે ભવ્ય બાઇક રેલી સાથે જોડાશે.
શોભાયાત્રામાં સેંકડો બાઇક ઉપરાંત વિન્ટેજ કાર, મર્સીડીસ, ઓડી, બી.એમ. ડબલ્યું, મારૂતિ હ્યુનડાઇ સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, રથ, બગી, ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશે. રાજકોટના વિવિધ મહિલા મંડળો પણ ટ્રેડીશ્નલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે રેસકોર્ષ મેદાન ખાતે વ્યાસપીઠ સુધી લઇ જવામાં આવશે. વિરાણી ચોકથી લઇને મ્યુનિસિપલ કમિશ્નર બંગલો, નરસિંહ મહેતા ગાર્ડન થઇને યાજ્ઞિક રોડ, જાગનાથ મહાદેવ મંદિરેથી અકિલા ચોક થઇ ને શોભાયાત્રા રેસકોર્ષ મેદાન ખાતે પહોંચશે. ભાગવત સપ્તાહને દરરોજ ‘‘ અકિલા લાઇવ'' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે પણ સંપૂર્ણ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજન ને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર- હુંફ મળી રહયા છે.
શોભાયાત્રા દરમ્યાન ભવ્ય બાઇક રેલીમાં નામ નોંધાવા તથા પોથીજીની નોંધણી માટે મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવાયું છે. ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે કાલાવાડ રોડ, રાજકોટ અથવા તો મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે ટાગોર રોડ, રાજકોટ ખાતે આવેલ કાર્યાલયનો પણ સંપર્ક કરી શકાય છે. ભાગવત સપ્તાહના સુપર-ડુપર, શિસ્તબધ્ધ આયોજન સાથે લાખો ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવામાં આવી રહયો છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય- દિવ્ય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમિનિસ્ટ્રેટરશ્રી હિતેનભાઇ પારેખ- દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મોૈલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચોૈહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(3:02 PM IST)










