<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રવિવારે વેકરીયા પરિવારનું સ્‍નેહમીલનઃ રકતદાન કેમ્‍પઃ શિવલાલભાઇ વેકરીયાની રકતતુલાઃ ડાયરો

રાજકોટઃ શ્રી વેકરીયા પરિવાર વેલ્‍ફેર ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા ચતુર્થ સ્‍નેહ મિલન સમારોહ તથા રકતદાન કેમ્‍પનું આયોજન જીવનદીપ બ્‍લડબેંકના સહયોગથી તા.૧૬ રવિવારના રોજ શુભ મંગલ પાર્ટી પ્‍લોટ, પાટીદાર ચોક, નવો ૧પ૦ ફુટ રૂડા રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ કલાકથી કરવામાં આવેલ છે.

આ સમારોહના અધ્‍યક્ષ તરીકે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્‍ય દંડક કૌશીકભાઇ વેકરીયા ઉપસ્‍થીત રહેશે. આ સમારોહમાં પુર્વ સાંસદ શિવલાલભાઇ વેકરીયાની રકતતુલા, વેકરીયા બીઝનેશ ઓર્ગેનાઇઝેશન એપ્‍લીકેશન માટે રજીસ્‍ટ્રેશન, બી.બી.ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કાસ્‍ટીંગ- મેટોડા કંપનીની શુન્‍યથી શીખર સુધીની સાફલ્‍યગાથા અને પરીવારના વકીલો દ્વારા ફેમીલી કોર્ટને લગતા કાયદાની માહીતી આપી પરીવારજનોને સમજ આપવામાં આવશે. આ કાર્યક્રમ સુરત, કર્ણાવતી (અમદાવાદ), જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બરોડા, કચ્‍છ, ભરૂચ, ભાવનગર, મેંદરડા તથા રાજકોટ શહેર અને જીલ્લાના તમામ તાલુકાઓમાંથી આશરે ૪ હજાર પરીવારજનો ઉપસ્‍થિત રહેશે.

ડાયરામાં નેન્‍સી વેકરીયા, ગુંજન વેકરીયા, હાસ્‍ય કલાકાર તેજસ પટેલ, મલય વેકરીયા અને જયદીપ વેકરીયા ઉપસ્‍થિત પરીવારજનોને ડાયરાની મજા કરાવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા એક મહીનાથી રજનીકાંતભાઇ, આશીષભાઇ, અમીતભાઇ, મનીષભાઇ, સંદીપભાઇ, હિરેનભાઇ, ગણેશભાઇ, રાજેશભાઇ, અભીષેકભાઇ, મયુરભાઇ, કિરીટભાઇ, દિનેશભાઇ, પરાગભાઇ, વિપુલભાઇ, દિવ્‍યેશભાઇ, ભાવેશભાઇ, અલ્‍પેશભાઇ, ઉમેશભાઇ, નિલેશભાઇ, ચિરાગભાઇ, સાગરભાઇ, જયદીપ ભાઇ,  મુકેશભાઇ, સંજયભાઇ વગેરે જહેમત ઉઠાવી રહયાં છે. વધુ માહીતી માટે ૯૭૦૩પ ૮૮૮૮૮, ૯૮૭૯૩ ૬૧૭ર૯, ૯પ૮૬૮ ૩૧૧૩૮, ૮૪૦૧ર ૮૪૦૯૯ નંબર ઉપર સંપર્ક કરવો. (તસ્‍વીરઃઅશોક બગથરીયા) (૩પ.૧પ)

(3:05 PM IST)