<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

‘ઓલ ધ બેસ્‍ટ પંડયા' : પિતા પુત્રના સંબંધોની જટીલતાઓ પર પ્રકાશ ફેંકતી ફિલ્‍મ : શુક્રવારે સીનામાઘરોમાં રીલીઝ

રાજકોટ : પરિવારિક ડ્રામા કહી શકાય તેવી ગુજરાતી ફિલ્‍મ ‘ઓલ ધ બેસ્‍ટ પંડયા' આગામી તા. ૧૪ ના શુક્રવારથી સીનેઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે. ‘અકિલા' ખાતે ફિલ્‍મની વિગતો વર્ણવતા ફિલ્‍મમાં વકિલ અક્ષય પંડયાની ભુમિકા નિભાવતા મલ્‍હાર ઠાકર, માતા ઇન્‍દુનુ પાત્ર ભજવતા વંદના પાઠક અને ભુમિના પાત્રને ન્‍યાય આપતા યુક્‍તિ રાંદેરીયાએ જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મ マદયસ્‍પર્શી કૌટુંબીક ડ્રામા ટાઇપની છે. પિતાની કઠોરતા અને માતાની કોમળતા વચ્‍ચે ઉછરતા પુત્રની મેચ્‍યોરીટી અંગે ખુબ સંવેદનશીલતા આ ફિલ્‍મમાં રજુ થઇ છે. પિતા - પુત્રના સંબંધોની જટીલતા ઉપર ફોકસ કરવા ખુબ સરસ પ્રયાસ થયો છે. રાહુલ ભોલે અને વિનિત કનોજીયા દિગ્‍દર્શીત આ ફિલ્‍મના રાઇટર પ્રેમ ગઢવી, અદીતી વર્મા અને નિકિતા શાહ છે. જીગરદાન ગઢવીના કંઠે ગીત ‘વારી ગયો' અને હરીઓમ ગઢવીના કંઠે ‘ટોમ એન્‍ડ ઝેરી'નું ગીત પણ દર્શકોના મન મોહી લ્‍યે તે રીતે રજુ થયુ છે. મોટાભાગનું શુટીંગ અમદાવાદ, સિધ્‍ધપર અને વડોદરામાં થયુ છે. ફિલ્‍મમાં દર્શન ઝરીવાલા, ફીરોજ ઇરાની, સ્‍મિત જોશી, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ, નિસર્ગ ત્રિવેદી, લીપી ત્રિવેદી, કર્તવ્‍ય શાહ, ભાર્ગવ જોશી, નિકિતા શાહ, ઉર્મીલા સોલંકી, હીરણ્‍ય ઝીંઝુવાડીયા, પ્રથમ પટેલે પણ અભિનયના ઓજશ પાથર્યા છે. જીગર ચૌહાણ અને જીગર પરમાર દ્વારા પ્રોડયુસ આ ફિલ્‍મ ધુળેટીના પર્વે જ રીલીઝ થવા જઇ રહી હોય લોકોમાં ખુબ ઉત્‍સાહ જોવા મળી રહ્યાનું આ મુલાકાતમાં જણાવાયુ હતુ. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:05 PM IST)