<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સ્‍માર્ટ મીટર લગાડતા પહેલા વીજ કંપનીઓ પોતે સ્‍માર્ટ બનેઃ બીલ કલેકશન સેન્‍ટરમાં લોકોને રોજ ધકકા

બીલ કલેકશન એજન્‍સી એસો.ની એમડીને રજૂઆતઃ બીલ સ્‍વીકારી શકાય તેવું સ્‍માર્ટ કરવામાં વિલંબ

રાજકોટ તા. ૧રઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જુના મીટર બદલાવી અને નવા સ્‍માર્ટ મીટર ફીટ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે અને તે અંતર્ગત અસંખ્‍ય જગ્‍યાએ સ્‍માર્ટ મીટર લગાડવામાં આવેલ છે અને હાલ પણ સ્‍માર્ટ મીટરના ફાયદા સમજવી સ્‍માર્ટ મીટર લગાડવાનું ચાલુ છે.

સ્‍માર્ટ મીટર ફીટ થયેલા ગ્રાહકને મુખ્‍ય તકલીફ બિલ ભરવા અંગેની છે, કંપનીએ બિલનું ઉઘરાણું થઇ શકે તે માટે વિવિધ સ્‍થળોએ પ્રાઇવેટ બીલ કલેકશન સેન્‍ટરો ખોલેલા છે અને આ સેન્‍ટરોમાં કંપનીના પ્રોગ્રામની જેમ જ ઓનલાઇન પ્રોગ્રામ આપેલો છે, પરંતુ સ્‍માર્ટ મીટરના બિલ સ્‍વીકારી શકાય તેવો સ્‍માર્ટ કરવામાં ઘણા સમયથી વિલંબ થઇ રહ્યો છે, સ્‍માર્ટ મીટરના બિલો લઇને અસંખ્‍ય ગ્રાહકો રોજ પ્રાઇવેટ બીલ કલેકશન સેન્‍ટરોમાં ધકકા ખાય છે પરંતુ ત્‍યાં તે સ્‍વીકારી શકાતા ન હોવાથી ફરજિયાત કંપનીની ઓફિસે દૂર સુધી ગ્રાહકોને જવું પડે છે, સ્‍માર્ટ મીટરના બિલ ભરવા અંગે છેલ્લા આઠ/નવ મહિનાથી ગ્રાહકોને પડતી તકલીફ અંગે પ્રાઇવેટ બિલ કલેકશન સેન્‍ટરના સંચાલકો કંપનીના મેનેજિંગ ડાયરેકટરને ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત કરેતા રહેલ છે પરંતુ કોઇ યોગ્‍ય પ્રતિસાદ મળેલ નથી. સ્‍માર્ટ મીટર લગાડતી કંપની પોતે પણ સ્‍માર્ટ બને તેવી લોક માંગ ઉઠી છે. (૭.ર૬)

(3:22 PM IST)