<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

કવિ સંમેલન એ પરફોર્મનું નહીં પણ સમાજને સુધારવાનું કામ કરતુ મંચ : સુમિત મિશ્રા

કવિતા દરેકમાં જુસ્‍સો વધારવાનું કામ કરે : સુરેશ અલબેલા * રાત્રે રમેશ પારેખ ઓપન થીએટરમાં મનોહર મનોજ, ખુશ્‍બુ શર્મા, હિમાંશુ બવંડર, મુન્ના બેટરી ખીલશે * રસધરાવતા સૌને જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૧૨ : ‘કવિ સંમેલન અને કોઇ પરફોર્મ કરવાનું માધ્‍યમ નહીં પણ સમાજને સુધારવાનું મંચ છે. આ એક મંચ એવુ છે જે યુવા પેઢીને સાચો માર્ગ બતાવે છે. સૌમાં રાષ્‍ટ્રપ્રેમ જગાવે છે એન ધર્મ સંસ્‍કૃતિની પ્રેરણા પણ આપે છે' તેમ આજે રાત્રે રાજકોટમાં કવિ સંમેલનમાં સૌને મનોરંજન પીરસવા આવેલ કવિ સુમિત મિશ્રા ‘ઓચ્‍છવ'એ અકિલા ખાતેની મુલાકાત દરમિયાન જણાવ્‍યુ હતુ.

તેઓએ જણાવેલ કે કવિનું યોગદાન બહુ મોટુ હોય છે. આપણા દેશના સ્‍વતંત્રા અપાવવા સૌમાં દેશદાઝ જગાવવામાં કવિઓનો સિંહફાળો રહ્યો છે. હાલની ફિલ્‍મ છાવા તમે નિહાળશો તો ખ્‍યાલ આવશે કે સંભાજીનું આત્‍મબળ જગાવવા કવિરસનો જ આશરો લેવાયો છે. આ પહેલા ગણેશ ઉત્‍સવમાં રાજકોટીયનોને રસ જગવી ચુકેલા સુમિત મિશ્રા ઘનાક્ષરી છંદો અને ગીતો દ્વારા રાત્રે મહેફીલ સજાવશે.

તેમની સાથે રહેલા સુરેશ અલબેલા કે જેઓ મુંબઇ લાફટર ચેમ્‍પિયન રહી ચુકયા છે. કપિલ શર્માના શોમાં પણ ચમકી ચુકયા છે. રાજકોટની તેમની આ ત્રીજી મુલાકાત છે. તેઓએ જણાવેલ કે રાજકોટના શ્રોતાઓ ખુબ સમજદાર છે. સંવેદનશીલતાને સમજી શકે છે. તેઓએ રાત્રે અચુક કાર્યક્રમ માણવા સૌ સાહિત્‍યરસીકોને આહવાન આપ્‍યુ છે.

તેમની સાથે આ કવિ સંમેલનમાં ન્‍યુ દિલ્‍હીના ખુશ્‍બુ શર્મા, કટની હાસ્‍ય સમ્રાટ મનોહર મનોજ, મંદસોર લાફટર મુન્ના બેટરી, ઉજૈન લાફટર હિમાંશુ બવંડર શેરો શાયરી, ગીતો અને કવિતાઓનો રસથાળ પીરસશે.

સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવેલ કે મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧૨ ના રાત્રે ૮ વાગ્‍યે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ મેદાન ખાતે ‘હોલી કે રંગ હાસ્‍ય રંગ કે સંગ' શીર્ષકતળે યોજાયેલ આ  કવિ સંમેલન સૌકોઇએ માણવા જાહેર ઇજન છે.

કાર્યક્રમનું દિપપ્રાગટય ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડના હસ્‍તે કરાશે. અધ્‍યક્ષસ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા,  સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મુંબઇના કવિ સુરેશ અલબેલા અને સુમિત મિશ્રા તથા બાજુમાં મ્‍યુ. કોર્પો. સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા) (૧૬.૩)

(3:25 PM IST)