તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 12th March 2025
પેન્શનનાં મૂડીકળત(રોકડમાં) રૂપાંતર બાબતે અહીં એ બધું છે જે તમારે જાણવું જરૂરી છે.....
પેન્શનર મિત્રો,

આજે આપણે અહીં એ બાબતે ચર્ચા કરવી છે કે જે અંગે મોટા ભાગના પેન્શનર મિત્રોનાં મનમાં ઘણી બધી ગેરસમજણો છે અથવા તો મુંઝવણો છે પેન્શનનું રોકડમાં અથવા મૂડીકળત રૂપાંતર....જે અંગે આવા કંઈક નામો એટલે કે...‘‘કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન''..અથવા તો ‘‘સી.વી.પી.'' અથવા તો ‘‘વન થર્ડ પેન્શન''.તો, મિત્રો અહીં આપણે આ બાબતે બધું જાણીએ ... સરકારશ્રી દ્વારા પોતાના કર્મચારીઓ માટે જ્યારથી પેન્શન યોજના દાખલ કરી ત્યારથી જ પેન્શનના આ રોકડમાં રૂપાંતર અંગેની યોજનાની જોગવાઈ પણ દાખલ કરેલી જ છે.અલબત,એમાં વખતોવખત સુધારા વધારા જરૂર કરાયેલા છે એ ખરું.. આ યોજના હેઠળ જો પેન્શનર ઈચ્છે તો પોતાને મળવા પાત્ર થતાં પેન્શનનો અમુક વર્ષનો અમુક હિસ્સો એક સાથે પેન્શનરને ચૂકવી દેવામાં આવે છે અને ત્યાર બાદ આ રકમની વસૂલાત અમુક વર્ષ સુધી અથવા પેન્શનરનું અવસાન થાય ત્યાં સુધી આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી દર માસના પેન્શનમાંથી કરવામાં આવે છે.આવી આ યોજના છે. આ અંગે આધાર સહ ચર્ચા કરીએ તો...હાલમાં આ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના(ઓ.પી.એસ.) હેઠળ ‘‘ગુજરાત મુલકી સેવા(પેન્શન) નિયમો ૨૦૦૨''નાં નિયમ નં. ૯૬ થી ૧૨૫ માં વિવિધ જોગવાઇઓ કરેલી છે. અને ત્યાર બાદ તેમાં વખતો વખત સુધારા પણ કરેલ છે..જે આપણે ટૂંકમાં જોઈએ તો...(૧)કેટલા હિસ્સાનું રૂપાંતર કરી શકાય? પેન્શનર ઇચ્છે તો પોતાના મંજૂર થયેલા/થવા પાત્ર પેન્શનના વધુમાં વધુ ચાલીસ ટકા(૪૦%) સુધીના હિસ્સાનું રોકડમાં રૂપાંતર કરાવી શકશે.
(૨) આ અંગે પેન્શનર દ્વારા શું કાર્યવાહી કરવાની રહે છે?
પેન્શનરે આ યોજનાનો લાભ લેવા માટે આ નિયમોથી નક્કી કરાયેલ નિયત નમૂના નંબર (૧૫) અથવા યથા પ્રસંગે નમૂના નંબર(૧૬)માં પેન્શન મંજૂર કરતા અધિકારીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે.જેમાં પેન્શનરે પોતે કુલ પેન્શનના જેટલા હિસ્સાનું રૂપાંતર કરાવવા માંગતા હોય તે હિસ્સો ટકાવારીમાં (મહતમ ચાલીસ ટકાની મર્યાદામાં) દર્શાવવાનો રહે છે.
(૩)અરજી કયારે કરી શકાય?
(A) નિવળતિની તારીખથી એક વર્ષ પહેલા પેન્શનના કાગળો સાથે અથવા અલગ રીતે( નમૂના ૧૫ માં)(B) નિવળતિની તારીખ પછી નિવળતિની તારીખને એક વર્ષ પૂરું થતા પહેલા(નમૂના ૧૫ માં)પેન્શન ચૂકવણી હુકમો થઈ ગયા હોય તોપણ અથવા ન થયા હોય તો પણ.(C)નિવળતિની તારીખથી એક વર્ષ બાદ(નમૂના ૧૬ માં) તબીબી તપાસ બાદ અધિકળત તબીબી અધિકારી દ્વારા અપાયેલ નિયત નમૂનાં નંબર ૧૯ નું તબીબી પ્રમાણપત્ર સાથે
(૪) કેટલી રકમ મળવા પાત્ર થાય..
મોટાભાગના લોકોને સૌથી વધારે જો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે આ રકમની ગણતરીનો..તો આ બાબતે આપણે હવે વિગતે સમજીએ સરકારશ્રી દ્વારા આ માટે એવું નક્કી કરાયું છે કે કર્મચારીની નિવળતિ સમયની ઉંમરને ધ્યાને લઈને નક્કી કરાયેલ વર્ષ જેટલા સમયની રકમ એક સાથે ચૂકવવામાં આવશે.આ નક્કી કરાયેલા વર્ષની ગણતરી માટે જી.સી.એસ.(પેન્શન) નિયમો ૨૦૦૨નાં નિયમોના નિયમ નં(૧૦૦) મુજબ એક કોષ્ટક તૈયાર કરવામાં આવેલ છે.અને આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ નિવળતિની તારીખે કર્મચારીની ઉમર વાળા કોલમની સામેના કોલમ માં દર્શાવેલ વર્ષની સંખ્યા જેટલા વર્ષનું રોકડમાં રૂપાંતર કરી શકાશે.એવી જોગવાઈ મૂળ નિયમ માં કરવામાં આવેલ હતીત્યારબાદ સરકારશ્રી દ્વારા છઠ્ઠા પગાર પંચની પેન્શન સુધારણા અંગેની અમલવારી સમયે આ કોષ્ટકને સ્થાને નાણાં વિભાગના તા.૧૩/૦૪/૨૦૦૯ નાં ઠરાવ ક્રમાંકથી કોષ્ટક ના સ્થાને નવું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું જેમાં પહેલા કોલમમાં નિવળતિની તારીખે ઉંમરના સ્થાને થોડો ફેરફાર કરી ‘‘નિવળતિ તારીખ પછીના જન્મદિવસે ઉમર'' એવો સુધારો કરવામાં આવ્યો અને તે ઉપરાંત રોકડમાં રૂપાંતર કરવા માટેના વર્ષની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવેલ છે.તે મુજબની જોગવાઈ ધ્યાને લેતા હવેથી એટલે કે તા.૧/૧/૦૬ પછી નિવળત થતા કર્મચારીઓ માટે તેમની નિવળતિની તારીખે પૂરા કરેલ વર્ષની ઉંમરમાં એક વર્ષ પછીની ઉમર ધ્યાને લેવાની રહે છે(કારણ કે નવી જોગવાઈ અનુસાર આ કોલમનું શીર્ષક ( AGE ON NEXT BIRTH DATE) એ રીતે ફેરફાર કરેલ છે.આ બાબતને આપણે ઉદાહરણથી સમજીએઃ
(૫) કોમ્યુટેશનની કુલ મળવા પાત્ર રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ?
હવે આપણે ઉપર દર્શાવ્યા મુજબ ‘અમુક વર્ષ' એટલે કેટલા વર્ષ તે અંગેની ગણતરી જોઈ લીધી છે.
હવે કુલ મળવાપાત્ર રકમની ગણતરી માટે જોઈએ નીચેનું સૂત્ર...... કોમ્યુટેશનની એક માસ માટેની મળવા પાત્ર રકમ ( મંજૂર કુલ માસિક પેન્શનનાં ૪૦%) × કોષ્ટક મુજબના વર્ષની સંખ્યા ×૧૨( એક વર્ષના માસ બાર ધ્યાને લેતા) ઉદાહરણ દ્વારા સમજૂતીઃ- ધારો કે મંજૂર થયેલ મૂળ પેન્શન ઈં ૧૦૦૦૦/- હોય તો મૂળ પેન્શનના ૪૦% = રૂ. ૪૦૦૦/- થાય અને નિવળતિ સમયે ઉમર ૫૮ વર્ષ હોય તો કોષ્ટકમાં આપણે ઉપર જોયું તે મુજબ ઓગણ સાઠ વર્ષની સામેનાં કોલમમાં દર્શાવેલ સંખ્યા ૮.૩૭૧ ધ્યાને લેતા- ૪૦૦૦×૮.૩૭૧×૧૨ = ૪૦૧૮૦૮
(૬) આ રકમની વસૂલાત કેટલા સરખા માસિક હપ્તામાં કરવાની થાય છે? હાલમાં ગુજ.મુલકી. સેવા.(પેન્શન) નિયમો ૨૦૦૨ નાં નિયમ નંબર ૧૦૧ ની જોગવાઈ અનુસાર તેર વર્ષ એટલે કે ૧૫૬ (એકસો છપ્પન માસ) સુધી આ રકમની વસૂલાત કરવાની થાય છે.
(૭) વસૂલાતનો માસિક હપ્તો કેટલી રકમનો થશે ?
આ માસિક હપ્તાની રકમ આપણે અગાઉ જોઈ તે મુજબ મંજૂર થયેલ પેન્શનના ચાલીસ ટકા જેટલી રકમ રહેશે એટલે આપણે ઉપર ઉદાહરણમાં જોયું તે મુજબ જો રૂ.૧૦૦૦૦/ માસિક મૂળ પેન્શન હોય તો રૂ. ૪૦૦૦/ નો માસિક હપ્તો ગણાશે. (૮) માસિક હપ્તાની વસૂલાત કયારથી શરૂ કરવામાં આવશે ? આ વસૂલાતની શરૂઆત માટે એવું સરળ રીતે યાદ રાખીએ કે જે માસમાં આ પેન્શનનાં મૂડીકળત રૂપાંતરની કુલ રકમ મળી હોય તે પછીનાં માસથી અથવા આ અંગેના અધિકળતિ હુકમોની પેન્શનરને જાણ થયા પછીના ત્રણ માસ પછીની પહેલી તારીખથી આ બંનેમાંથી જે વહેલું હોય ત્યારથી આ રકમનાં પ્રથમ હપ્તાની વસૂલાતની શરૂઆત કરવામાં આવે છે.
(૯) મૂડીકળત રૂપાંતરની રકમ મંજૂર/અધિકળત થયેલી હોય પરંતુ તેનુ ચૂકવણું થયા પહેલા પેન્શનરનું અવસાન થાય તો ? આવા કિસ્સામાં આ ં નિયમ નાં નિયમોના ૯૯ ની જોગવાઈ અનુસાર મૂડીકળત રૂપાંતરની રકમ મંજૂર/અધિકળત થઈ ગયા બાદ પરંતુ તેનું ચૂકવણું થતા પહેલા પેન્શનરનું અવસાન થાય તો તેમના નિયુક્ત વારસદારને આ મંજૂર થયેલી પૂરેપૂરી રકમનું ચૂકવણું કરવાનું થાય જ છે.
(૧૦) પેન્શનરનું અવસાન થાય તેવા કિસ્સામાં બાકી રકમની વસૂલાત અંગે. પેન્શનરનું અવસાન થાય અને તેમના માસિક પેન્શનમાંથી કોમ્યુટેશનની વસૂલાત ચાલુ હોય તેવા કિસ્સામાં વસૂલાત માટે જેટલી રકમ બાકી હોય તે બધી રકમ તેમના વારસદાર અથવા કુટુંબ પેન્શનરે ભરવાની થતી નથી. આ એ બાકી વસૂલાતની બધી રકમ સરકારશ્રી દ્વારા માંડવાળ કરવામાં આવે છે.
(૧૧) આ યોજનામાં જોડાવું હિતાવહ છે કે કેમ ?
ઘણા બધા પેન્શનરોનાં મનમાં આ પ્રશ્ન સતત થતો જ રહે છે કે જે રકમ મળે છે તેના કરતાં લગભગ દોઢ ગણી જેટલી રકમ ભરવા પાત્ર થાય છે તો પછી આ યોજનામાં જોડાવું કે કેમ ?
તો મિત્રો, માત્ર આર્થિક દ્રષ્ટિએ લાભ/હાનીની દ્રષ્ટિએ જ જો વિચારવાનું થતું હોય તો સ્પષ્ટ સમજી લેજો મિત્રો, કે હાલના સંજોગોમાં પ્રવર્તમાન વ્યાજના દરો ધ્યાને લેતા પણ ચોક્કસપણે આ યોજનામાં જોડાવું હિતાવહ જ છે . એમાં જરા પણ આર્થિક દ્રષ્ટિએ નુકસાન નથી નથી અને નથી જ.....કારણકે એક તો આ વસૂલાત પાત્ર રકમ પર જેટલી રકમ વધારે ભરવા પાત્ર થાય છે તેટલી જ રકમ આપણે એક સાથે સરકારશ્રીની એકદમ સલામત પ્રકારની વિવિધ પ્રકારની બચત યોજનાં પૈકી કોઈ પણ યોજનામાં આપણને મળેલ રકમનું એક સાથે રોકાણ કરી દેવામાં આવે તો સરકારશ્રી દ્વારા આ યોજનામાં વસુલ કરાતી વધારાની રકમ કરતા ઘણું વધારે વળતર આપણને મળી જ જાય છે.અને વળી,આપણે અગાઉ જોયું તેમ આ વસૂલાતના હપ્તા ચાલુ હોય તે દરમિયાન પેન્શનરનું અવસાન થાય છે તો વસૂલાત માટે બાકી રહેતી રકમ પેન્શનરના વારસદાર પાસેથી વસૂલાત કરવામાં આવતી નથી એ બીજો મોટો ફાયદો છે.તેથી આ યોજનામાં જોડાવું ફાયદાકારક જ છે.
નરેન્દ્ર વી વિઠલાણી
નિવળત અધિક તિજોરી અધિકારી,પેન્શન ચૂકવણા કચેરી રાજકોટ અને પ્રમુખ રાજકોટ તાલુકા પેન્શનર સમાજ.રાજકોટ,
મો.૯૮૨૪૪૮૮૬૬૭
(3:29 PM IST)










