News of Wednesday, 12th March 2025
માત્ર ૭ ટકા લોકોને જ ખબર છે કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીની તપાસ કરાવવી જરૂરી
૧૩ માર્ચઃ વિશ્વ કિડની દિવસ વિશ્વ કિડની દિવસ ૨૦૨૫ નું સ્લોગન ‘‘શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો'': ડો.સંજય પંડયા

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગળતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧૩ માર્ચ ૨૦૨૫ના દિવસે ૨૦ માં કિડની આરોગ્ય જાગળતિ દિવસની ઉજવણી થશે. વિશ્વ કિડની દિવસ - ૨૦૨૫ નું સ્લોગન છે ‘‘શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો'' છે. આ સંદર્ભે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કિડનીના સ્વાસ્થ્ય અંગેની જાગળતિ વિશે અતિ ચિંતાજનક માહિતી બહાર આવી છે. સર્વેક્ષણ કરાયેલા ૧૦૪૨ વિદ્યાર્થીઓમાંથી, માત્ર ૭% વિદ્યાર્થીઓ જાણતા હતા કે કિડનીની કાર્યક્ષમતા જાણવા માટે લોહીમાં ક્રીએટીનીન અથવા ઇજીએફઆર ની તપાસ જરૂરી છે.
જયારે વિશ્વ કિડની દિવસ ૨૦૨૫ ની થીમ ‘‘શું તમારી કિડનીઓ તંદુરસ્ત છે? વહેલું નિદાન કરો, કિડનીને બચાવો,'' ત્યારે ૯૩% વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે કિડની રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી જોઈએ! જાગળતિનો આ નોંધપાત્ર અભાવ ખૂબ જ ચિંતાજનક અને વિચાર માંગી લે તેવી કડવી વાસ્તવિકતા છે અને તે કિડની રોગના વહેલા નિદાન અને નિવારણ માટે જનજાગળતિની તાતી અને વ્યાપક જરૂરિયાત દર્શાવે છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય છે, પરંતુ ૯૦% કરતા વધુ લોકો તેમના રોગો અંગે અજાણ છે. આ સંદર્ભે રાજકોટની જાણીતી કિડની એજ્યુકેશન વેબસાઈટ વિશ્વભરના લોકોને ૪૦ ભાષામાં એટલે કે તેમની માતળભાષામાં કિડની અંગે નિઃશુલ્ક સંપૂર્ણ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા અને વિશ્વના ૧૦૦ થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ www.Kidney Education.com વેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૧૨ ભારતીય અને ૨૮ આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.
આ ચોંકાવનારા પરિણામો શા માટે મહત્વના છે? કારણકે કિડની રોગનો બોજો ભયજનક રીતે વધી રહ્યો છે - વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને ક્રોનિક કિડની ડીસીઝ (સી.કે.ડી.) થવાનો ભય રહે છે. ક્રોનિક કિડની ડીસીઝ એ હવે વિશ્વમાં મળત્યુનું ૮મું મુખ્ય કારણ બની ગયું છે. સી.કે.ડી. ની તકલીફ ધરાવતા ૯૦ લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે. દર ૩ માંથી ૧ ડાયાબિટીસના દર્દીને કિડની રોગ થવાનો ભય રહે છે. ઘણા કેસોમાં ક્રોનિક કિડની ડીસીઝ અટકાવી શકાય છે, પરંતુ જાગળતિ ઓછી હોવાથી નિદાન મોડું થાય અને સારવારથી ફાયદા ની તકો ગુમાવી દેવાય છે.
જાગળતિ અને તાત્કાલિક પગલાં લેવાની તાતી જરૂરિયાત શા માટે છે? આ અંગે રાજકોટના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન વેબસાઈટ (૪૦ ભાષાઓમાં ઉપલબ્ધ) ના સ્થાપક ડા.િ સંજય પંડ્યા ચેતવણી આપે છે કે આ ચોંકાવનારા સર્વેના પરિણામો સામાન્ય જનતામાં કિડની રોગ અંગેની પ્રાથમિક માહિતી અને જાગળતિના ગંભીર અભાવ ને દર્શાવે છે. ડોકટરો, કિડની સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસોની અત્યંત વહેલી તકે જરૂરિયાત પર ભાર મૂકતા, તેઓ જણાવે છે કેઃ કિડની રોગ અને તેના વહેલા નિદાન વિશે જાગળતિ ફેલાવવી અત્યંત આવશ્યક છે. વર્ષમાં એકવાર કિડની ચેકઅપને પ્રોત્સાહન આપવું (ખાસ કરીને કિડની રોગ થવાનું જોખમ વધારે હોય તેવી વ્યક્તિઓ માટે.) સીરમ ક્રીએટીનીન અને ઇજીએફઆર જેવી લોહીની સરળ તપાસ વિશે જનજાગળતિ ફેલાવવી અને કિડની રોગના વહેલા નિદાન માટે તેના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ.
કિડનીના રોગોથી બચવા તમે આટલું જાણોઃ કિડની વિશે પ્રાથમિક માહિતી મેળવો, કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો જાણો, તમારું લોહીનું દબાણ અને બ્લડ સુગર ચેક કરાવો, કિડનીના રોગના નિદાન માટે કઈ તપાસ કરાવવી તે વિશે જાણો, કિડનીની તકલીફથી બચવાના ઉપાયો વિશે જાણો.
કિડની ફેલ્યર એટલે શું? જયારે બંને કિડની બગડે ત્યારે જ લોહીમાંનો કચરો શરીરમાંથી નીકળી શકતો નથી,જેથી લોહીની તપાસમાં ક્રીએટીનીન નું પ્રમાણ વધે છે અને કિડની ફેલ્યર નું નિદાન થાય છે. દર્દીની એક કિડની સાવ બગડી જાય તો દર્દીને કોઈ તકલીફ હોતી નથી અને લોહીમાં ક્રીએટીનીનની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી. ક્રોનિક કિડની ડીસીઝ - સી.કે.ડી. એટલે શું? ધીમે ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે સી.કે.ડી કહે છે. શું તમે જાણો છો? ક્રોનિક કિડની ફેલ્યર સાઇલેન્ટ કિલર છે નિદાન અને સારવાર અતિ ગંભીર પ્રશ્ન કેટલાક દર્દીઓમાં બંને કિડની ૯૦% બગડી જાય ત્યાં સુધી કોઈ નોંધપાત્ર તકલીફ જોવા મળતી નથી.
કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો, સી.કે.ડી.ની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે? કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિホો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણો. કિડની રોગના ચેતવણીજનક ચિન્હોઃ ર્ં નબળાઈ લાગવી, થાક લાગવો. ર્ં ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા. ર્ં આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા. ર્ં નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો. ર્ંલોહીમાં ફિક્કાશ હોવી. ર્ં પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું. જો કોઈ વ્યકિતને આ મુજબનાં ચિホો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે. સી.કે.ડી.નું જોખમ વધુ કયારે? કિડનીની તકલીફ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ કારણોથી જોખમ વધુ રહે છે. ર્ં ડાયાબીટીસની બીમારી, લોહીનું દબાણ ઉંચુ હોવું અથવા વજન અતિ વધારે હોવું (Obesity). કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય ર્ં મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય ર્ં લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય અથવા ધૂમ્રપાનની ટેવ હોવી.
કિડની ચેકઅપ સરળ - ફકત આટલું કરો. કિડનીના રોગોનું વહેલું નિદાન જીવલેણ રોગોથી બચાવી શકે છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ધતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. દરેક વ્યક્તિ એ જાણવું જરૂરી છે કે પોતાની કિડની કેટલી કામ કરે છે. કિડની ની કાર્ય ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવતી લોહીની તપાસ ક્રીએટીનીન તથા ઇજીએફઆર છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પ્રારંભિક નિશાની હોઈ શકે છે.
સંપર્કઃ ડો.સંજય પંડયા, મો.૯૮રપ૦ ૭૯૧રર એમ.ડી.,ડી..એન.બી., કિડની રોગ નિષ્ણાંત, ફાઉન્ડર અને ચીફ મેન્ટર, કિડની એજયુકેશન ફાઉન્ડેશન, સમર્પણ હોસ્પિટલ, ભુતખાના ચોક, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ. ફોનનં. ૦ર૮૧- રરરર૦૭૭. ઇ-મેઇલ [email protected] વેબસાઇટ www.kidneyEducation.com.
(3:59 PM IST)










