<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

મુંજકા સ્‍થિત શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શનિવારથી શ્રીમદ ભાગવત કથા

શાષાી સુરેશભાઇ ભટ્ટ કથાનું રસપાન કરાવશેઃ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, શ્રી રામ જન્‍મ, ગોવર્ધન અન્નકુટ મહોત્‍સવ જેવા પ્રસંગો ઉજવાશે

રાજકોટઃ શહેરની ભાગોળે મુંજકામાં શિવવિહાર ટીટોડીયા આર્ષ વિદ્યા મંદિરની પાછળ આવેલ શ્રી જડેશ્વર મહાદેવના મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

તા.૧પના શનિવાર થી તા.રર સુધી આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ધર્મોત્‍સવમાં સંતો, મહંતો પધારશે. પુ.સંત રાજુબાપુ વાળાધરી (આનંદી આશ્રમ), પ.પુ. સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, પુ.સંત મસ્‍તરામબાપુ, સીતારામ આશ્રમ (શાપર-વેરાવળ), પ.પુ. શાષાી સુરેશભાઇ ભટ્ટ-રાજકોટ વાળા કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવશે. પૂ.બૈજુબાપુ ગોંડલીયા (પુજારી) આશીર્વચન આપશે.

આ પ્રસંગે લોકમેળા ફેઇમ કલાકાર લોક સાહીત્‍યકાર, હાસ્‍ય કલાકાર, મીમીક્રી આર્ટીસ્‍ટ તુલસીદાસ ગોંડલીયા મો.૯૯૭૯૪ ૬૯પ૯૯ કથા દરમ્‍યાન ધાર્મિક, હાસ્‍ય રસીક કલાનો સદુપયોગ કરશે.શોભાયાત્રા તા.૧પ શનિવારે સવારે ૧૧ કલાકે થશે. કથા પ્રારંભ બપોરે ૩:૩૦ કલાકે તા.ર૧ સાંજે પઃ૩૦ કલાકે કથા વિરામ, કથા દરરોજ ૩ થી ૬ તેમજ પોથી યાત્રા, ભાગવત મહાત્‍મય, રામ જન્‍મ તથા કૃષ્‍ણ જન્‍મ, રૂક્ષ્મણી વિવાહ તેમજ વિવિધ પ્રસંગો ધામેધુમે વાજતે ગાજતે ઉજવાશે.

આ મંગલકાર્યને સફળ બનાવવા શિવવીહાર પ્રમુખ શાન્‍તુભાઇ, ઉપપ્રમુખ ભરતભાઇ જાની, બૈજુ બાપુ ગોંડલીયા, પ્રગ્નેશ અદા વ્‍યાસ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્‍વીરમાં સુરેશભાઇ વ્‍યાસ, ભરતભાઇ વચ્‍છરાજાની, જેરામભાઇ જાંબુકીયા, તુલસીદાસ ગોંડલીયા, શાન્‍તુબાપુ ખાચર, બૈજુબાપુ ગોંડલીયા નજરે પડે છે. (તસ્‍વીરઃઅશોક બગથરીયા)

(4:27 PM IST)