<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાત્રે હાસ્‍ય કવિ સંમેલન : હાસ્‍યનો મહાસાગર ઘુઘવશે

હોળી-ધૂળેટી પર્વની પૂર્વ સંધ્‍યાએ મનપા દ્વારા હોલી કે રંગ હાસ્‍ય રસ કે સંગનું કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન :નગરજનોને સુરેશ અલબેલા, મુન્નાબેટરી, મનોહર મનોજ, ખુશ્‍બુ શર્મા, હિમાંશુ બવંડર તથા સુમિત મિશ્રા પેટ પકડીને હસાવશે

રાજકોટ, તા. ૧ર : આજે રાત્રે  મનપા દ્વારા હોળી-ધુળેટીના પર્વ પહેલા હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલનનું રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ જણાવેલ કે, મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૨ ના રોજ હોળી/ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન' હોલી કે રંગ હાસ્‍ય રંગ કે સંગ કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય વિધાનસભા-૬૮ના ધારાસભ્‍?ય ઉદયભાઈ કાનગડ ના હસ્‍તે થશે. કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.  

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહેશે.       

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગરૂપે આયોજીત ‘હોલી કે રંગ હાસ્‍ય રંગ કે સંગ' હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન માણવા ઉમટી પડવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે.   (૯.રપ)

(4:13 PM IST)