<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજકોટ જિલ્લામાં નવા પંચાયત ઘરોની મંજુરી આવકાર્યઃ પ્રવીણાબેન

રાજકોટ તા. ૧૩:  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી એ જણાવ્‍યું છે કે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર પંચાયતી રાજ સંસ્‍થાઓ ને વિવિધ યોજનાઓ થકી પંચાયતી રાજ સંસ્‍થાઓમાં પારદર્શકતા લાવીને પંચાયતી રાજના મૂળભૂત હેતુ ગામડાંનો સર્વાંગી વિકાસ કરી નવનિર્માણ કરવાનો છે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં અને પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય સરકાર હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્‍પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહેલ છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં રૂ ૨૦૩૫ લાખ ના ખર્ચે ૮૧ નવા ગ્રામ પંચાયત ભવન કમ તલાટી મંત્રી આવાસ ના કામો ને મંજૂર કરવા માં આવ્‍યા છે.આ ભવનો ના નિર્માણ થી ગ્રામ્‍ય વિકાસ વેગવંતો બનશે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ,પ્રભારી મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રીઓ કુંવરજીભાઈ બાવળીયા તથા ભાનુબેન બાબરિયા તથા સાંસદશ્રીઓ, ધારાસભ્‍યો અને સંગઠન ના તમામ હોદ્દેદારો નો આભાર સમગ્ર જિલ્લા પંચાયત પરિવાર વતી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ માન્‍યો છે.

(2:34 PM IST)