<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજકોટમાં મિત્રની ઓફિસે બેઠેલા ચીભડાના યુવાન અજયપરીને ત્રણ શખ્સોએ ઘુસ્તાવી ધમકી દીધી

ઉમંગ ભુત કયાં છે? બોલાવ એને, આજે તો મારી નાંખવો છે કહી ધમાલ મચાવી :અજયપરી મિત્ર ઉમંગ ભુતની શિવશકિત કોલોનીની ઓફિસે બેઠો હતો ત્યારે બનાવઃ મિત્ર સાહિલ આવતાં તેને પણ ત્રણેયએ ધમકાવ્યોઃ મંથન સોનાગરા, સાહિલ કચરા અને અજાણ્યા વિરૃધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩ : નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની પેરોલ ફરલો સ્કવોડની ઝુંબેશમાં વધુ બે શખ્સ પકડાઇ ગયા છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનના ઠગાઇ-વિશ્વાસઘાત-બનાવટી ચેકના ગુનામાં સાત વર્ષથી ફરાર શખ્સને સુરતથી પકડી લેવાયો છે. જ્યારે જામનગર કોર્ટના નેગોશિએબલ એકટના ગુનામાં સજામા રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ છ માસથી ફરાર શખ્સને સેલવાસથી પકડી લેવાયો છે.

જાણવા મળ્યા મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં ઠગાઇનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં વિનોદ ઉર્ફ વિનુ કાળુભાઇ ગાબાણી (ઉ.વ.૪૬-રહે. સુમનશ્રેષ્ઠ એપાર્ટમેન્ટ સી-વીંગ ફલેટ નં. ૬૧૩, સુરત, મુળ ખોપાળા તા. સ્વામીના ગઢડા) સાત વર્ષથી ફરાર હોઇ તેને પકડી લેવાયો છે. આ શખ્સ હાલ સુરત હોવાની માહિતી હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સને આધારે મળતાં તેને ત્યાંથી પકડી તાલુકા પોલીસને સોંપાયો હતો.

જ્યારે જામનગર કોર્ટના ગુનામાં સજા પડતાં રાજકોટ જેલમાંથી છ મહિના પહેલા પેરોલ પર છુટેલો દિવ્યેશ હમીરભાઇ વારોતરીયા (ઉ.વ.૨૯-રહે. ઇન્દિરાનગર મયુરનગર જામનગર, હાલ શાંતિકુંજ એપાર્ટમેન્ટ ફલેટ-૧૦૩, હરિયા પાર્ક વાપી)ને સેલવાસ શહેરમાંથી પકડી કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાત, પીએસઆઇ એચ. એન. ગઢવી, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શામતભાઇ ગઢવી, રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા, ડ્રા. કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. (૧૪.૮)

(3:01 PM IST)