News of Thursday, 13th March 2025
મનપા દ્વારા વિનામૂલ્યે 'ચકલીના માળા' અને પાણીના કુંડાનું વિતરણ
ચીં ચીં ચીં...૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ : ગુરૃવારે સવારે ૯.૩૦ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ખાતે આયોજન : પુર્વ મેયર જનકભાઇ કોટકના હસ્તે શુભારંભ

રાજકોટ, તા.૧૩: હાલમાં ચકલીની સંખ્યામાં દિન પ્રતિ–દિન ઘટતી થતી જાય છે. ચકલીના રક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી વિનામૂલ્યે 'ચકલીના માળા' અને 'પાણીના કુંડા' વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ''વિશ્વ ચકલી દિવસ'' અંતર્ગત તા.૨૦ ગુરૃવારના સવારે ૯: ૩૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટ ખાતે શહેરીજનોને વિનામૂલ્યે 'ચકલીના માળા' અને 'પાણીના કુંડા' વિતરણ માટે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન સોનલબેન સેલારા એક સંયુકત યાદીમાં જણાવે છે
આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા,રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૃપાલા,રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે,ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, બાગ બગીચા અને ઝૂ સમિતીના ચેરમેન સોનલબેન સેલારા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ–કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહેશે.
લુપ્ત થતી ચકલીઓને બચાવવા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીવિનામૂલ્યે 'ચકલીના માળા''અને 'પાણીના કુંડા' મેળવવા શહેરના પક્ષીપ્રેમીઓને તથા જીવદયા પ્રેમીઓને ખાસ નિમંત્રણ પાઠવેલ છે.(૨૩.૨૫)
(3:56 PM IST)










