News of Thursday, 13th March 2025
મવડીના બાપાસીતારામ ચોકનું સર્કલ નાનુ કરોઃ રવિવારે ધરણાની ચિમકી
આ વિસ્તારમાં નડતરરૃપ દબાણ, રસ્તા પહોળા કરવા, ડામર સહિતના પ્રશ્નો ઉકેલવા વિસ્તારવાસી દ્વારા મ્યુનિ.કમિશ્નરને રજુઆત

રાજકોટ તા.૧૩: માવડી- મવડી છેલ્લા કેટલી સમય થી તંત્ર ની બેદરકારી નો શિકાર બની રહ્યો છે , મવડી ના બાપા સીતારામ ચોક પર સર્કલ નાનું કરવા સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી. આ અંગે વિસ્તાર વાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમય થી મુખ્ય સર્કલ પર રેકડી અને રસ્તા પર દબાણ અંગે ની ફરિયાદ જગ્યા રોકાણ શાખા અને ટ્રાફિક પોલીસ ને કરી હતી, રાત્રે ૯ વાગ્યા થી અહીના સર્કલ પર અને બાપા સીતારામ ચોક પર તથા અહીના ચોક માં આવેલ બંને દુકાન પર ટ્રાફિક અને વાહન આડેધડ પાર્ક કરતા લોકો મુશ્કેલી માં મુકાયા છે, રસ્તા રીઅલ પ્રાઈમ ગેટ સામે નો આલાપ મેઈન રોડ પર જો ડામર નહિ કરવામાં આવે તો અને સર્કલ નાનું નહિ કરવામાં આવે અને આસપાસ ના પ્લોટ ધારકો નું દબાણ દુર કરી રસ્તો પહોળો નહિ કરવામાં આવે અને ત્યાં બાપા સીતારામ ચોક પર ના જીવલેણ વૃક્ષો હટાવવા બધા વૃક્ષો હટાવવા અને સામે ના વૃક્ષો હટાવવા જો આમ નહિ કરવામાં આવે તો લોકો હવે રસ્તા પર ઉતરવાની અને ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. (૩પ.૧૧)
(4:04 PM IST)










