<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

વિસરાયેલું વ્‍યકિતત્‍વ શિવલાલભાઇ વેકરીયા

ગમે તેવી ચેલેન્‍જને ઉપાડવા તત્‍પર રહેતા, જનસંઘના વિચારને ગામડામાં વેગવંતો કરવા સતત મથામણ કરતા

પાટીદાર સમાજ જયારે જુદા-જુદા ગોત્રો થકી ઓળખાતા હતા ત્‍યારે સમસ્‍ત પાટીદાર સંઘની સ્‍થાપના કરીઃ જનસંઘના સભ્‍યથી લઇ ભાજપના વિવિધ હોદ્દાઓ સંભાળી બે વખત સાંસદ પણ બન્‍યાઃ આજે ૮ર વર્ષની જૈફ વયે પણ શ્રીમતી એ.પી. પટેલ કન્‍યા છાત્રાલયમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહયા છે

પરિચયઃ વ્‍યકિત પોતાના જીવનના આચરણમાં આદર્શોને જુએ તો જ શ્રી શિવલાલ વેકરીયા જેવા સમર્થ અને સત્‍વશીલ વ્‍યકિતનું જાહેર જીવનમાં શકય બને, સમાજ રાજનિતી, ધર્મ, વ્‍યકિત, રાષ્‍ટ્રવાદ અને પારિવારીક જીવનમાં આ છ ક્ષેત્રોનો સુંદર સુયોગ અને સુભગ સમન્‍વય એ જ આ મુઠ્ઠી ઉચેરા વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ.

શ્રી શિવલાલભાઈ વેકરીયાનો જન્‍મ ૨૯મી એપ્રીલ, ૧૯૪૩ ના રોજ થયો. માત્ર ૧૯ વર્ષની યુવાન વયે આર્મીમાં જોડાયા (ભારત-ચીન લડાઈ દરમ્‍યાન) વ્‍યવસાયે ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા છતાં જાહેર જીવનમાં યોગદાન આપવા ૧૯૬૬ થી રાજકીય પાર્ટી જનસંઘમાં જોડાયા અને ત્‍યારબાદ ૧૯૮૦ થી ૧૯૯૦ સુધી ભારતીય જનતા પાર્ટીમાં જીલ્લા અને પ્રદેશમાં ઉચ્‍ચ સ્‍થાને પદાધીકારીની જવાબદારી સંભાળી, ભારતીય જનતા પાર્ટીએ શ્રી શિવલાલભાઈની સેવાઓને બીરદાવી, અને ૯મી લોકસભા અને ૧૦મી લોકસભામાં ઉમેદવારી કરાવી અને પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને જીત અપાવી. દેશની લોકસભામાં જુદી જુદી અગીયાર સમિતિઓમાં સભ્‍ય રહીને દેશના સર્વાગી વિકાસમાં અને પ્રજાના અવાજને વાચા આપવાના માધ્‍યમ બન્‍યા.

પરમ શિવ ઉપાસક શ્રી શિવલાલભાઈનો નિકટનો પરિચય એટલે નિડરતા, સત્‍યવકતા, સ્‍પષ્ટવકતા, પુરૂષાર્થ, ખમીર, ન્‍યાય માટે યુધ્‍ધપ્રિયતા, સહજતા, સરળતા, કઠોર આગ્રહ, દુરંદેશીતા, પવિત્ર અને નિતિમય જીવન, અર્ચન ભકિત અને શકિત ઉપાસના, આવો સુભગ સમન્‍વય અને સમુત્‍કર્ષ જીવન અને સત્‍વશીલ વ્‍યકિત કોઇક જ હોય.

(ર) સામાજીક ક્ષેત્રે યોગદાનઃ સામાજીક ક્ષેત્રે જયારે નેતળત્‍વનો અભાવ હતો, જુદા જુદા સમાજના આગેવાનો જ્ઞાતિ, જાતિ ના વાડાઓમાં વહેંચાયેલા હતા. એ અરસામાં કર્મવીર શ્રી ચકુભાઈ ડોડીયાના માર્ગદર્શનમાં શ્રી શિવલાલભાઈ વેકરીયાએ સામાજીક ઉત્‍થાનનો ઝંડો ઉપાડયો. અને નીચલા વર્ગના શોષિત સમાજોને ન્‍યાય અપાવવા કાયદેસરની લડતો આરંભી પછી એ વાડા વાવતા દેવીપુજક, મીઠાના અગરીયાઓ, ઝુંપડપટીમાં વસતા ગરીબો માટે ઝુંપડપટી મહા પરિષદ બનાવી તેમા કરણાભાઈ માલધારી, મોહનભાઈ સરવૈયા, મનુભાઈ બોરીચા વગેરે સાથે મળીને બિન સંગઠનના મજુરો, ખેત મજુરો માટે ન્‍યાયની લડત લડી સંઘર્ષ થકી, આ શોષિત વર્ગોને ન્‍યાય મળે એ માટે અનેક કાર્યક્રમો આયોજીત કરીને સરકારમાં ન્‍યાય અપાવવામાં માધ્‍યમ બન્‍યા.

પાટીદાર સમાજ જયારે જુદા જુદા ગોત્રો થકી ઓળખવામાં આવતા હતા. ત્‍યારે સમસ્‍ત પાટીદાર સંઘની સ્‍થાપના કરીને કડવા, લેઉવા, છાશીયા, તારકઢા, હાલારી, ગોલવાડીયા, ચરોતરીયા, આંજણા વગેરે સમાજને એક કરવા વૈચારીક આંદોલન થકી એક વિચાર એક સમાજ માટે કામ કરવા આંશીક રીતે સફળ બનાવ્‍યું.

 (૩) રાજકીય ક્ષેત્રે યોગદાનઃ ૧૯૬૬ની સાલથી માત્ર ૧૯ વર્ષની વયે જાહેરજીવનમાં પોતાની હાજરી નોંધાવી સરપંચ, જીલ્લા પંચાયત, ધારાસભ્‍ય વગેરેની ચુંટણીઓ લડી સહકારી ક્ષેત્રમાં પણ નોંધનીય કામગીરી કરી, સ્‍વાશ્રય કો. ઓપ. સોસાયટીના પ્રમુખ, અપના બજાર પ્રમુખ, રા. ના. બેંકના ડીરેકટર, જીલ્લા ટ્રાન્‍સ. કો. ઓપ. સોસાયટી પ્રમુખ વગેરેની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી ૧૯૬૬ થી જનસંઘના સભ્‍ય અને ૧૯૮૦ થી ૧૯૮૫ જીલ્લા પ્રમુખ તથા ૧૯૮૫ થી ૧૯૮૯ પ્રદેશ ભાજપ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી શ્રી શિવલાલ વેકરીયા આ પ્રજાલક્ષી અભીગમની નોંધ લઇને ભાજપ નેતાગીરીએ ૧૯૮૯ અને ૧૯૯૧ એમ બે વાર સાંસદની ટીકીટ આપી જેમાં જવલંત વિજય મેળવીને ભારત સરકારની ખૂબ જ મહત્‍વની અગીયાર કમીટીઓમાં સભ્‍ય તરીકે પોતાની સૂઝ અને અનુભવના ભાથા થકી પ્રજાકીય નિર્ણયોમાં સહકાર આપ્‍યો.

(૪) શૈક્ષણિક ક્ષેત્રે યોગદાનઃ શિક્ષણ જયારે વેપાર બની ગયો ત્‍યારે કન્‍યા કેળવણીની સમાજને જરૂર છે. અને દીકરી ભણશે તો દેશ ભણશે એવા વિચાર સાથે, કન્‍યા કેળવણીની આહલેક જગાવી. સરદાર શિક્ષણ યાત્રા દ્વારા ગામેગામ કન્‍યા કેળવણી માટે લોકોને -ોત્‍સાહીત કર્યા, અને એક તાલુકામાં એક કન્‍યાશાળા છાત્રાલય સાથેની સગવડતા સાથે, નજીવી ફી લઈને કાલાવડ, આટકોટ, ગોંડલ, ચાંદલી, ખામટા, મેટોડા અને રાજયનાસીમાડા વટી મુંબઈ અને રાજસ્‍થાનના બાસવાડા જીલ્લામાં સંસ્‍થાઓ સ્‍થાપી. અને ઘણી બધી સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી તરીકે ફરજ બજાવી. હાલ સૌરાષ્‍ટ્રની માતબર સંસ્‍થા શ્રીમતિ એ. પી. પટેલ કન્‍યા છાત્રાલયમાં આજે ૮૨ વર્ષની જૈફ ઉમરે પણ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી શિક્ષણ પ્રત્‍યેની કર્તવ્‍યપારાયણતાનો પરિચય આપી રહેલ છે. આ ભવ્‍ય અને ભગીરથ કામગીરીના ભાગરૂપે નાત જાતના ભેદભાવ વગર લાખો દિકરીઓ શિક્ષણ મેળવીને પોતાનીક કારકીર્દી બનાવી છે.

(૫) પર્યાવરણક્ષેત્રે યોગદાનઃ ગ્‍લોબલ વોર્મીંગ અને વાતાવરણ પ્રદુષિત થવાના કારણે ઋતુઓમાં ભયંકર તફાવત જોવા મળ્‍યો ત્‍યારે પર્યાવરણની ચિંતા કરીને પર્યાવરણને બચાવવા માટે વળક્ષારોપણ અભિયાન દ્વારા રાજકોટ જીલ્લામાં કડવા લીમડા રોપવાનું ચાલુ કર્યું. એક લાખ વળક્ષોના લક્ષ્યાંક સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનની ફલશ્રુતી સમાન આજે લોધીકા, કોટડા સાંગાણી, જસદણ સહીતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હરીયાળી જવા મળી. રહી છે. જે શ્રી શીવલાલભાઈ વેકરીયાની દીર્ઘદ્રષ્ટીનું પરીણામ છે. સાથે સાથે પાણી બચાવવા, કુવા રીચાર્જ, બોર રીચાર્જ અને નાના નાના બંધો દ્વારા પાણી સંગ્રહ માટે લોકોને -ોત્‍સાહીત કરવા ભુંગળા, પાઈપ, સીમેન્‍ટ સહીતના સાધન દાતાઓના સહકારથી વિનામૂલ્‍યે પુરા પાડી, પર્યાવરણ બચાવોની દિશામાં બેનમુન કામગીરી કરી. આ કામગીરીમાં રાજકોટના મારીવર પત્રકાર શ્રી શામજીભાઈલ આંટાળા, નટવરસિંહ ચૌહાણ, કૌશીકભાઈ મહેતા, જગદીશભાઈ મહેતા, નૈધષભાઈ કારીયા, પ્રવિણભાઈ જોષી, કીરીટભાઈ ગણાત્રા સહીતના નામી અનામી નો સહકાર સાંપડયો.

(૫) ગુંડાગીરી સામેનો પડકારઃ  પ્રજાને કનડગત કરતા અને ગુંડાગીરી આચરતા તત્‍વો સામે યુવાનવયથી સામનો કરતાં શ્રી શિવલાલભાઈ વેકરીયા એ સ્‍વ. પોપટભાઈ સોરઠીયાની સાથે રહીને ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આચરવામાં આવતી ગુંડાગીરી સામે જેહાદ જગાવી જસાપર, ચાંદલી, નોંપણચોરા, અરડોઈ, ફાડદંગ, કુવાડવા, સુલતાનપુર, માગઢ, લાઠી જેવા અસંખ્‍ય ગ્રામ્‍યવિસ્‍તારમાં આચરવામાં આવતી ગુંડાગીરી સામે સ્‍વ. શ્રી ચીમનભાઈ શુકલ, સ્‍વ. સુર્યકાંત આચાર્ય જેવા નિકર સેનાપતિઓના સથવારે ગામડે ગામડે સભાઓ યોજી ગ્રામ્‍ય વિસ્‍તારની જનતાને હિંમત આપી સામનો કરવા પ્રોત્‍સાહન પુરુ પાડયું. પરીણામે ગ્રામ્‍ય વિસ્‍તારમાં માનગઢ અને સુલતાનપુર જેવા હત્‍યાકાંડો ઉપર લગામ આવી. અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે જે ગુંડાગીરી વિરુધ્‍ધની જાગળતતા છે એ આ ગુંડાગીરી નાબુદી સમિતીને આભારી છે. અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગુંડાઓનો સામનો કરતા હજારો નિડર યુવાનોનું નિર્માણ આ એક નીડર સમાજ, જાગળત સમાજનું ઉત્‍કળષ્ટ ઉદાહરણ છે.

(૭) કળષિક્ષેત્રે યોગદાનઃ  ખેતી, ખેડુત અને ગામડાનો જીવ એટલે ખેડુતોને શું મુશ્‍કેલી પડે છે એનો જાત અનુભવ, ખેડુતોના પ્રશ્‍નોને વાચા આપવા રર મુદાઓને આવરી લઈને ખેડુત હકક માટે પદ યાત્રા યોજી, ૧૯૮૩નો એ સમય ગામડામાં ભાજપનું રાજકીય અસ્‍તીત્‍વ નહી, એ સમયમાં ખેડૂતોને જાગળત કરવા મહાઅભિયાન હાથ ધર્યુ રાજકોટ જીલ્લાના કકર ગામડાઓ પગે ચાલીને ખેડૂતોને પોતાના હકકની લડાઈ લડવા આહવાન કર્યું. પડધરી, લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના ગામડાઓનો પ્રવાસ પુરો કર્યો ત્‍યારે ચોમાસાનું આગમન થયું પરંતુ રોકાય અને વેકરીયા નહી, બાકીના તાલુકામાં જીપ દ્વારા પ્રવાસ કરીને અભિયાન પૂર્ણ કર્યુ. ૧૯૮૬, ૮૭, ૮૮ ની સાલમાં લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્‍કાળના ભરડાએ જગતના તાતને પાયમાલ કરી નાખ્‍યો. ખેડૂતોને -મિીયમ મુજબ પાક વિમાની રકમ કેન્‍દ્ર સરકારે અને રાજ્‍ય સરકારે ચુકવવી જે આવા દુષ્‍કાળનાં સમયમાં સરકારે ૨૯૦ કરોડ જેવી જંગી રકમ જે ખેડૂતોના હકકની હતી તે ચુકવતી ન હતી તે રકમ ઉપાડી સૌરાષ્‍ટ્ર ખેડૂત લડત સમિતિ બનાવીને ભાજપે આંદોલન ચલાવ્‍યુ, ઢેબર ચોક ખાતે શ્રી ચંદુભાઇ શીંગાળા અને ખોડીદાસ મેઘાણી સહીત આગેવાનો ઉપવાસમાં જોડાયા, તા. ૨૬ ના રોજ શાષાી મેદાનમાં વિશાળ ખેડૂત સંમેલન બોલાવી જેમાં ૧૫ થી ૧૭ હજાર ખેડૂત હાજર હતા.

 લગાતાર બે વર્ષ સરકાર સામે લડાઈ લડી અને શ્રી શિવલાલભાઈ વેકરીયાએ પ્રર્તિજ્ઞા લીધી કે કાર્યમ્‌ સિદધયામિ દેહમ્‌ પતિત્‍યામિ મારૂ શરીર પડી જશે પરંતુ હું કાર્ય સિધ્‍ધ કરીશ. આ એમના દીલનો અવાજ હતો, અંતે સરકાર ઝુકી, આ કાર્ય સિધ્‍ધ કરીને ખેડુતોના ૨૯૦ કરોડ વિમાની રકમ અપાવી ઉપરાંત ૧૭ હજાર સુધીના દેવા માફ કરાવ્‍યા

માત્ર આંદોલનાત્‍મક નહી પરંતુ રચનાત્‍મક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતાં શિવલાલભાઈએ સૌરાષ્‍ટ્રમાં રહેતી કાયમી પાણીની તંગીના ઉકેલ માટે ૧૦. શ્રી કેશુભાઈ પટેલ પાસે મદાવા ડુંગર (જસદણ તાલુકો) જયાંથી સૌરાષ્‍ટ્રની સાત નદીઓનું ઉદ્ભવ સ્‍થાન છે. ત્‍યાં ટેકનીકલી ડુંગર ઉપર પાણી ચડાવી નર્મદાનું પાણી છોડવામાં આવે તો નદીઓ નવપલ્લીત થાય અને જીવતી થાય તો સૌરાષ્‍ટ્રનો પાણીનો ઉકેલ મળે પણ તત્‍કાલીન સરકારે આ -ોજેકટને ધ્‍યાનમાં ન લીધો, પરંતુ આ પ્રોજેકટના હાર્દને સમજીને અ. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સૌરાષ્‍ટ્ર માટે સૌની યોજના ને સફળ બનાવી અને આજે મોટા ભાગના સૌરાષ્‍ટ્રના ડેમોમાં નર્મદાના પાણી ભરાય છે. આ નર્મદા આવતા યોજનાના મુળમાં શ્રી શિવલાલભાઈ વેકરીયાની દીર્ઘદ્રષ્ટિ જણાય આવે છે.

ખેડૂતો અને ખેતી તથા ગામડાના વિકાસ માટે આવા અનેક કાર્યક્રમો શ્રી શિવલાલાભાઈએ રાત દિવસ જોયા વગર હાથ ધર્યા, જેમાં જમીન ટોચ મર્યાદા કાયદો નાબુદી લેવી અને ઝોનમાંથી નાબુદ કરવીખેતીની પેદાશોને આંતરરાજ્‍ય હેરાફેરી ઉપરનો પ્રતિબંધ ઉઠાવવા અને જમીન સંપાદન કાર્ય પોષણક્ષમ ભાવ બાંઘણું, વિમાનું રક્ષણ વગેરે અનેક બાબત અંગે યોગ્‍ય અને અસરકારક રજુઆતો દ્વારા ખેડૂતોને લાભઅપાવ્‍યા.

કેટલા પ્રસંગો લખવા અને કેટલા વર્ણવવા, શ્રી શિવલાલભાઈના જીવનની દરેક પળ ખેડૂતો માટે -અને સમાજ માટે ખર્ચાતી હીત. બસ એટલું જ કહી શકાય.

(૮) સરદાર સાહેબનો -ભાવઃ શ્રી શિવલાલભાઈના નેતળત્‍વમાં અને સામાજીક આચરણમાં સરદાર સાહેબનો -ભાવ જોવા મળે છે. કોંગ્રેસ સરકારમાં વર્ષો વિતવા છતાં સંસદભવનમાં સરદાર સાહેબની પ્રતિમા મુકવામાં આવી ન હતી, એક સાંસદ તરીકે શ્રી શિવલાલભાઈના મનમાં આ વાત ખૂંચતી હતી, ગુજરાતના આ લોકનાયકને અમર બનાવવા ઝુંબેશ હાથ ધરી, સરદાર જયોત યાત્રા દ્વારા સરદાર સાહેબના કાર્યો અને રાષ્‍ટ્ર પ્રત્‍યેની કર્તવ્‍યનિષ્ઠાને ગામડે ગામડે પહોંચાડી, રાજકોટના શાષાી મેદાનમાં સરદાર સંમેલન યોજવામાં આવ્‍યું. અને સરદાર સાહેબનો સમાજને નારો આપ્‍યો ‘જય સરદાર' અમદાવાદ મુકામે સાબરમતીના કિનારે સરદાર સાહેબની ૧૦૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો સંકલ્‍પ જાહેર કર્યો. 

પાટીદાર સમાજના અગ્રણીશ્રી સી. પટેલ સાહો જમીન દાનમાં આપી, દંતાલી આશ્રમના સદગુરૂશ્રી સચીદાનંદ સ્‍વામી, પટેલ સાહેબ, શિવલાલભાઈ સહીત ટ્રસ્‍ટી મંડળમાં આવ્‍યા અને તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ખાતમુહુર્ત માટે આમંત્રણ આપવા મુલાકાત કરી ત્‍યારે છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સરદાર સાહેબનું ઋણ ચુકવવા ટ્રસ્‍ટી મંડળને વિનંતી કરી કે સરદાર સાહેબની પ્રતિમા સરકાર બનાવશે અને તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા હશે, આ વિચારમાંથીસ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી નો પ્રોજેકટ અમલમાં આવ્‍યો જેના-મુળ વિચારક આપણા જનનાયક શ્રી શિવલાલભાઈ વેકરીયા હતા.

(૯) સમાજને આજીવન સમર્પિતઃસતત છ દાયકા સમાજને માટે સમર્પિત કરનાર શ્રી શિવલાલભાઈ વેકરીયા જાહેર જીવનમાં એક -ેરણારૂપ વ્‍યકિતત્‍વ છે. વર્તમાન રાજકારણમાં સામાજીક પદ માત્ર આર્થિક ઉચાઇથી માપવામાં આવે છે. રાજકારણ આજે પ્રોફેશનલ (ધંધાદારી) બની ગયુ છે. ત્‍યારે શ્રી શિવલાલભાઈ વેકરીયા જેવા કર્મવીરોની જીવનગાથા આજનો સમાજ જાણે ઓળખે અને પ્રેરણા મેળવે એ સમાજની તંદુરસ્‍તી માટે જરૂરી છે. આવી ઉર્જાવાન વ્‍યકિત્‍વને ઓળખવામાં સમાજે કયાંક ભુલ કરી છે અને જાહેર જીવનને પાંગળુ બનાવીને સમાજના નેતળત્‍વને પાંગળું બનાવ્‍યુ છે, કડવું છે પણ સત્‍ય છે તે સમાજે સ્‍વીકારવું રહયું.

ખમીર અને ખુમારી ભરેલ વ્‍યકિતત્‍વ એટલે શ્રી શિવલાલભાઈ વેકરીયા, રાષ્‍ટ્રીય વિચારધારા અપનાવી જનસંઘના રાજકીય રંગે રંગાયેલ શ્રી શિવલાલભાઈ વેકરીયા ગમે તેવી ચેલેન્‍જને ઉપાડવા સતત તત્‍પર રહેતા હતા. ૧૯૬૮ થી જનસંઘના વિચારને ગામડામાં વેગવંતો કરવા સતત મથામણ કરતા તે વખતે હિમાલયમાં બરફ ગોલા વેચવા જેવો તાલ હતો. પરંતુ જરાયે કગ્‍યા વગર પરિસ્‍થિતિનો સામનો કરતા રહેલ અને ગામડામાં ખેડૂતો અને ગ્રામ્‍ય મજુરો વાડા વાવનાર દેવીપુજક સમાજ વગેરેના હકક માટે સતત લડત આપતા આપતા ગામડામાં જનસંઘનો પગપેશરો કર્યો.

 ૧૯૮૧ થી ભારતીય જનતા પાર્ટી વતી અને તે સમયે પાક વિમાથી લડત અને ગામડામાં ફેલાયેલ ગુંડાગીરીને નાથવાનો પડકાર જીલીને ગુંડાગીરી નાબુદી સમિતિના રાજકોટ જીલ્લા પ્રમુખ બન્‍યા તે સમયે મને પણ જીલ્લા મહામંત્રી તરીકે જોડેલ અને જે જે ગામમાં લુખ્‍ખાગીરી થતી હતી તે ગામમાં જઈને સભા કરેલી અને આવા ગુંડા તત્‍વોને પડકાર કરવાનું જીવના જોખમે કરતા રહેલ અને તેમાં ખૂબ જ સફળતા મળેલ ત્‍યારબાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભાજપની અલગ ઓળખ થઇ અને ગ્રામ્‍ય લોકોના હ્રદયમાં ભાજપનું સ્‍થાન અપાવ્‍યું અને ત્‍યારબાદ બે ટર્મ સાંસદ તરીકેની ફરજ બજાવેલ આમ એક ગામડાના અદના કાર્યકરથી શરૂ કરીને સાંસદ સુધીની સફળતા એ પહોંચ્‍યા ધન્‍ય છે. તેમની ખમીર અને ખુમારીને કે જેમને પડકારો જીલવા કયારેય પોતાની જાતની પરવા કરેલ નથી અનેક યાદગાર સંભારણા અને કાર્યો તેના જીવનનો એક ના ભૂલાય તેવો કિસ્‍સો બનીને આવનારી પેઢી દિશા દર્શન કરાવતા રહેશે.(૩૬-ર)

રમેશભાઇ વેકરીયા

મો. ૯૪ર૭પ ૬પ૦પ૦

મો. ૯૭ર૩પ ૩૩૦ર૧

(11:05 AM IST)