News of Saturday, 15th March 2025
એટ્લાન્ટિસ બિલ્ડિંગ એસો., દ્વારા મૃતક અજય મકવાણાના પરિવારને ૧૦ લાખની સહાય

રાજકોટઃ ગઇકાલે સવારે ૧૦ વાગ્યા આસપાસ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં સ્વિગીના ડિલિવરી મેન અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ.૩૧-રહે.વિરસાવરકર ટાઉનશીપ) સહિત ત્રણના મોત થયા છે. મૃતક અજય ખીમજીભાઇ મકવાણાના પરવિારને એટ્લાન્ટિસ બિલ્ડિંગ એસોશીએશન દ્વારા ૧૦ લાખની સહાય રૂપે ચેક અર્પણ કર્યો હતો. તે સમયે પુર્વ ધારાસભ્ય અને સમાજના આગેવાન લાખાભાઇ સાગઠીયા, પરેશભાઇ સાગઠીયા, માવજીભાઇ રાખશિયા, અમૃતભાઇ રાઠોડ, રમેશભાઇ મૂછડીયા, જગદીશભાઇ સાગઠીયા, અનિલભાઇ મકવાણા, કરશનભાઇ રાઠોડ વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.
(11:40 AM IST)










