<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

હોળીની રાતે લક્ષ્મીનગરમાં અનિકેત ચોહાણને પ્રતાપસિંહ તારો ભાઇ ક્‍યાં છે? કહી છરી ઝીંકી

પ્રતાપસિંહ વારંવાર અનિકેતના ભાઇ પાસે પૈસા માંગતો હોઇ તે પૈસા આપતો ન હોવાથી ખાર રાખી હુમલો કરાયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૫: માયાણીનગર ક્‍વાર્ટરમાં રહેતાં યુવાનને હોળીની રાતે તે તેના ભાઇને તેડવા જતો હતો ત્‍યારે લક્ષ્મીનગરમાં એક શખ્‍સે અટકાવી તારો ભાઇ ક્‍યાં છે? તેમ પુછી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં માલવીયાનગર પોલીસે માયાણીનગર આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. ૨૪ રૂમ નં. ૨૬૨૬માં રહેતાં અનિકેત સંતોષભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી પ્રતાપસિંહ સુખદેવસિંહ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અનિકેત માતા-પિતા, ભાઇ, બહેન સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું હોળીની રાતે સાડા બારેક વાગ્‍યે મારા ભાઇ સોનુને લેવા માટે જતો હતો ત્‍યારે લક્ષ્મીનગર પાસે સીટી કોર્નરના ચોકમાં પ્રતાપસિંહ મળતાં મને કહેલુ કે તારો ભાઇ સોનુ ક્‍યાં છે? જેથી મેં તેને મને ખબર નથી તેમ કહેતાં તેણે નેફામાંથી છરી કાઢી મને જમણા હાથના કાંડા પર ઘા મારી દીધો હતો. લોહી નીકળતાં બૂમાબૂમ કરતાં માણસો ભેગા થઇ જતાં મને છોડાવ્‍યો હતો. આ પછી પ્રતાપસિંહ ભાગી ગયો હતો. મેં ફોન કરી મારા ભાઇ સોનુને બોલાવ્‍યો હતો અને બાદમાં અમે પોલીસ સ્‍ટેશને ગયા હતાં. મારા ભાઇ સોનુ પાસે પ્રતાપસિંહ વારંવાર પૈસા માંગતો હોઇ મારો ભાઇ તેને પૈસા આપતો ન હોઇ જેથી ખાર રાખી મારા પર છરીથી હુમલો કર્યો હતો. તેમ વધુમાં અનિકેતે જણાવતાં હેડકોન્‍સ. કે. જી. ઝાલાએ ગુનો દાખલ કર્યો હતો.

(11:57 AM IST)