<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કાલે કુંવરજીભાઇ બાવળીયાનો જન્‍મદિવસઃ વિંછીયાના અમરાપુર ખાતે રકતદાન કેમ્‍પ-વૃક્ષારોપણ

 

રાજકોટઃ રાજયના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો જન્‍મદિવસ તા.૧૬ના રવિવારે છે. ૬૯ વર્ષ પુરા કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. ત્‍યારે આ અવસરે મહારકતદાન કેમ્‍પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ અમરાપુર શૈક્ષણીક સંકુલમાં યોજાયેલ છે.

આ રકતદાન કેમ્‍પમાં રકતની અંદાજે પ૦૦ બોટલ એકત્ર થશે જે સિવીલ હોસ્‍પિટલ અને રેડક્રોસ બ્‍લડ બેંકને આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા ડો.મનીષભાઇ બાવળીયા, ગુજરાત માંધાતા પ્રવકતા વિનોદભાઇ નાગાણી, ગુજરાત માંધાતા ગૃપ મહામંત્રી રેખાબેન સગારકા, કોળી સમાજના વડીલ અને ભવનાથ જગ્‍યાના ટ્રસ્‍ટી વાઘજીભાઇ મેવાસીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઇ ડાભી, ગુજરાત માંધાતા યુવા કાર્યકર મનોજભાઇ સોલંકી, ગુજરાત માંધાતા યુવા કાર્યકર મયુર નાગાણી, વિનોદભાઇ વાલાણી, દેવાભાઇ રાજપરા, મુકેશભાઇ મેર, રાજુભાઇ બાવરીયા, સરપંચ મનસુખભાઇ ઝાલા, પ્રોફેસર વાલાણી, પ્રોફેસર ડેકાણી જહેમત ઉઠાવી રહયાં છે. કેમ્‍પ તા.૧૬ રવિવારે સવારે ૯ વાગ્‍યાથી કાર્યક્રમનું સ્‍થળઃ શૈક્ષણીક સંકુલ અમરાપુર, મુ.અમરાપુર, તા.વિંછીયા, જી.રાજકોટ, જસદણ અમદાવાદ હાઇવે, અમરાપુર ગામ પછી વિંછીયા જતા ૧ કિ.મી.અંતરે વધુ વિગત માટે મો.૯૦૯૯૯ ૪૦૩૪૦ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (

(12:39 PM IST)