News of Saturday, 15th March 2025
રૈયામાં છઠ્ઠા ધોરણમાં ભણતાં ૧૩ વર્ષના અમન શેખનો ગળાફાંસો ખાઇ આપઘાત
માતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતાં માઠુ લાગ્યું: જીદ્દી સ્વભાવનો હતોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૫: આત્મહત્યાના એક બનાવમાં રૈયા ગામમાં રહેતાં તેર વર્ષના છાત્રએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા ગામના સ્મશાન પાસે રહેતાં અમન અકબરભાઇ શેખ (ઉ.વ.૧૩) નામના ટાબરીયાએ સવારે દસેક વાગ્યે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમા ંખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આપઘાત કરનાર અમન બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૬માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કલરકામની મજૂરી કરે છે. તે જીદ્દી સ્વભાવનો હતો. માતાએ તેને ખોટી સંગત છોડી દેવાનું કહી ઠપકો આપતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાનું સ્વજનોએ કહ્યું હતું.
(2:43 PM IST)










