<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

પ્રદેશ કોંગ્રેસના ચારેય આગેવાનોએ બીનશરતી માફી માંગી લેતા કેસ પરત ખેંચી લેવા પુરશીષ રજૂ કરતા ભારદ્વાજ

પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્‍ધ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં : પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્‍ધ કરવામાં આવેલ બદનક્ષીના કેસમાં તમામ આરોપીઓ વોરંટના કામે નામદાર કોર્ટમાં હાજર થતા તમામની પ્‍લી નોંધી લેવામાં આવેલ હતીઃ ત્‍યારબાદ કેસ ચાલુ થવા પર આવતા ચારેય આરોપીઓએ ફરીયાદીની બીનશરતી માફી માંગેલ છે : નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા માટે ભલામણ કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી નં. (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય પ્રવિણ પરમાર (૨) સુખરામભાઈ રાઠવા (૩) શૈલેષભાઈ પરમાર (૪) સી.જે.ચાવડા કોર્ટમાં બીન શરતી માફી માંગતા શ્રી ભારદ્વાજએ કોર્ટમાં કેસ પરત ખેંચી લેવાની પુરશીષ આપેલ છે

રાજકોટઃ અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી આરોપી વિરોધપક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામભાઈ રાઠવા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ દ્વારા પ્રેસનોટ પ્રસારીત કરી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાના ખોટા આક્ષેપો ફરીયાદી નીતીનભાઈ વિરૂધ્‍ધ કરેલ હતા. જેના અનુસંધાને ફરીયાદી નીતીનભાઈએ ઉપરોકત તમામ વ્‍યકિતઓને લીગલ નોટીસ મોકલી ખોટા આક્ષેપો કરવા બદલ અને જુંઠાણું ફેલાવા બદલ માફી માંગવા જણાવેલ હતું. જે લીગલ નોટીસનો કોઈ જવાબ ન આવતા ચારેય કોગ્રેસના આગેવાનો વિરૂધ્‍ધ ફરીયાદી નીતીનભાઈએ રાજકોટની કોર્ટમાં બદનક્ષી અંગેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદી નીતીનભાઈની પોતાની કોર્ટ રૂબરૂની ફરીયાદમાં તેઓએ જણાવેલ હતું કે, વર્તમાનપત્રોમાં તથા ઈલેક્‍ટ્રોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલ હતું.

ફરીયાદી નીતીનભાઈએ પોતાની ફરીયાદમાં વિશેષ એવી હકીકત જણાવેલ હતી કે, કોગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા જેને કારણે બદનક્ષી થયેલ હોવાથી મુળ ફરીયાદી નીતીનભાઈ ભારદ્વાજે ૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય પ્રવિણ પરમાર) સુખરામભાઈ રાઠવા ૩) શૈલેષભાઈ પરમાર ૪) સી.જે.ચાવડા વિ. સામે બદનક્ષીની ફરીયાદ મુળ ફરીયાદી રાજકોટમાં રહેતા હોય અને રાજકોટમાં તેમની બદનક્ષી થયેલ હોવાથી રાજકોટમાં નીચેની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી. તેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્‍ય છે તથા ભારતીય જનતા પાર્ટી સુરેન્‍દ્રનગર જીલ્લાના પ્રભારીની જવાબદારી સંભાળી રહ્યા છે અને અગાઉ પણ જુનાગઢ અને અમરેલીમાં પ્રભારી તરીકેની કામગીરી કરી ચુકયા છે અને રાજકોટ મહાનગરપાલીકામાં ૨૦ વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપેલ છે તથા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રમુખ રહી ચુકયા છે અને ભુતકાળમાં રાજકોટ મ્‍યુનીસિપલ કોર્પોરેશનના સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન તરીકે ફરજ પણ બજાવેલ છે તેમજ સામાજીક ક્ષેત્રે તેઓ બહોળી નામના અને પ્રતિષ્ઠિા ધરાવે છે અને બ્રહ્મસમાજના પ્રતિષ્ઠીત તેમજ સિધ્‍ધાંતવાદી આગેવાન તરીકે લોકપ્રિય છે તથા રાજકારણ ક્ષેત્રે તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે.

 વધુમાં ફરીયાદી નીતીનભાઈએ પોતાની ફરીયાદમાં એવી હકિકત જણાવેલ હતી કે, તેઓ રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્‍યકિત છે અને એક નિષ્ઠાવાન તેમજ સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. તેઓએ કયારેય કોઈ નિયમ અને કાયદા વિરૂધ્‍ધનું કાર્ય કરેલ નથી જેથી તેઓ સિધ્‍ધાંતવાદી અને નિષ્ઠાવાન વ્‍યકિત તરીકે સમાજમાં તથા ગુજરાત રાજયના લોકોમાં ખુબ મોટી લોકચાહના ધરાવે છે. તેઓના અનેક દાયકાઓના જાહેર જીવન દરમ્‍યાન તેમની વિરૂધ્‍ધ આજ સુધી એકપણ આક્ષેપ લાગ્‍યો નથી. ગુજરાત તથા સમગ્ર વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે પોતાનું જીવન સમાજ સેવામા તથા દેશ સેવામાં સમર્પિત કરી, ખુદની એક સ્‍વચ્‍છ અને સાફ છબી ઉભી કરેલ છે.

અંતમાં પોતાની ફરીયાદમાં નીતીનભાઈએ જણાવેલ હતું કે, તેમ છતા કોગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે સમાજમાં તેઓની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદાપુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કળત્‍યો કરેલ છે. જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્રે તેઓની પ્રસ્‍થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.

સાથે ફરીયાદી નીતીનભાઈએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતું કે, આરોપીઓ દ્વારા અલગ અલગ વર્તમાનપત્રોમાં તેઓની ગરીમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુકશાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતના આધાર પુરાવાઓ વિના આરોપીઓ દ્વારા વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગરવાળા લેટર હેડ મારફત તા. ૨૩/૦૨/૨૦૨૨ ની અખબાર યાદી મા ‘‘રૂા.૫૦૦ કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્‍કાલીક અસરથી રદ કરો- વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા'' તથા ખાનગી કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર  તથા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્‍ડરો, પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવોઃ કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા જેવા હેડીંગો હેઠળ તેઓ સામે ભ્રષ્ટાચારના તથ્‍યવિહીન અને તદન ખોટા આક્ષેપો કરેલ છે.

ફરીયાદી નીતીનભાઈએ પોતાની કોર્ટ રૂબરૂની ઉપરોકત હકિકતોવાળી ફરીયાદ દાખલ કરતા નામદાર નીચેની કોર્ટે ફરીયાદી નીતીનભાઈ અને બે સાહેદોને તપાસેલ હતા. તમામ કાર્યવાહીના અંતમાં નામદાર નીચેની કોર્ટે ફરીયાદ પરત કરેલ હતી જે હુકમ વિરૂધ્‍ધ ફરીયાદી દ્વારા નામદાર સેશન્‍સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ હતી જે રીવીઝન અરજી નામદાર સેશન્‍સ કોર્ટે નામદાર નીચેની કોર્ટનો હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્‍કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્‍ય હુકમ કરેલ હતોહાલની ફરીયાદ દાખલ થયા બાદ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્‍ધ પ્રોસેસ ઈસ્‍યુ કરી તેઓને નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો. જે બાદ ઘણી મુદ્દતો વીતી જતા હાલના આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હતા. ઘણી મુદ્દતો વિત્‍યા બાદ ફરીયાદપક્ષ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્‍ધ વોરંટ ઈસ્‍યુ કરવાની અરજી આપતા નામદાર કોર્ટે ફરીયાદ પક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે વોરંટ ઈસ્‍યુ કરવાનો હુકમ કરેલ હતો. વોરંટના કામે તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થયેલ હતા. તમામ આરોપીઓ નામદાર કોર્ટમાં હાજર થતા જ નામદાર કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્‍ધ પ્‍લી નોંધી કેસ ચલાવવા માટે મુકરર કરેલ હતો.

જે અનુસંધાને ઉપરોકત ચારેય આરોપીઓ કોર્ટમાં ફરી હાજર થયેલ હતા અને આરોપીઓ વિરૂધ્‍ધ ચાલવા પર આવતા ચારેય આરોપીઓએ પોતાની સહીઓથી લેખિતમાં ફરીયાદી નીતીનભાઇની બીનશરતી માફી માંગતો માફીપત્ર રજુ કરેલ હતો.

ચારેય આરોપીઓએ નામદાર કોર્ટમાં રજુ કરેલ માફીપત્રનું લખાણ નીચે મુજબનું છે.

બાબતઃ- બિનશરતી માફી માંગવા અંગે આથી અમો નીચે સહી કરનાર તહોમતદારોની માનસર નમ્ર અરજ છે કે, આ કામના ફરીયાદીશ્રી નીતીનભાઈ ગણપતરામ ભારદ્વાજ નાઓએ અમો તહોમતદારો દીલગીરી વ્‍યક્‍ત કરનાર વિરૂધ્‍ધ બદનક્ષીનો કેસ કરેલ છે જેની હકિકતોથી અમો નીચે સહી કરનારાઓ સંપુર્ણપણે વાકેફ છીએ. ગત તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ અમો તહોમતદાર નં.૧, ૨, ૩ અને ૪ નાઓએ ગાંધીનગર સ્‍થિત ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતાના કાર્યાલયથી એક પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધીત કરેલ હતી જે -ેસ કોન્‍ફરન્‍સમાં અમોએ ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો ફરીયાદીશ્રી વિરૂધ્‍ધ કરેલ હતા તેમજ અમો તહોમતદાર નં.૧ નાઓ તે સમયે વિરોધપક્ષના નેતાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા હોય અને અમારી ફરજના ભાગરૂપે અમોએ ઉપરોક્‍ત જણાવેલ આક્ષેપોવાળી પ્રેસનોટ જુદા જુદા અખબારોમાં -સારીત કરવા સારૂ આપેલ. અમે તહોમતદાર નં.૧, ૨, ૩, ૪ નાઓએ ફરીયાદીશ્રી વિરૂધ્‍ધ કરેલ આક્ષેપો માત્ર રાજકીય આક્ષેપો હતા જે અમોએ કોઈ આધાર કે પુરાવા વિના કર્યા હતા જે અમારી ભુલ હતી. અમારા આવા આક્ષેપોથી આ કામના ફરીયાદીશ્રીની બદનક્ષી થયેલ છે જે બદલ અમો આ કામના ફરીયાદીશ્રીની બીનશરતી માફી માંગીએ છીએ.

ઉપરોકત હકિકતો ધ્‍યાને લેવા વિનંતી છે. ચારેય આરોપીઓની ઉપરોકત મુજબની બીનશરતી માફી માંગતો માફીપત્ર રેકર્ડ પર આવતા નામદાર કોર્ટે ફરીયાદી શ્રી નીતીનભાઈને તેઓને આરોપીઓએ માંગેલ લેખિત માફી સ્‍વીકાર્ય છે કે કેમ ? તેમજ તેઓ કેસ આગળ ચલાવવા માંગે છે કે કેમ? તે પુછતા ફરીયાદી શ્રી નીતીનભાઈએ આરોપીઓ દ્વારા માંગવામાં આવેલ બીનશરતી માફી સ્‍વીકારેલ હતી અને માફીપત્રની હકીકત ઘ્‍યાને લઈને કેસ પરત ખેંચવા કોર્ટમાં વિથડ્રો પુરશીષ રજુ કરેલ હતી. તેમજ કોર્ટને કેસ ફાઈલે કરવા વિનંતી કરેલ હતી.

આ કામમાં ફરીયાદીશ્રી નીતીનભાઈ ભારદ્વાજ તરફે એડવોકેટ દરજ્જે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમળતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, કળણાલ દવે, ચેતન પુરોહીત વિગેરે રોકાયેલ હતા.

(2:46 PM IST)