<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

મવડી બ્રીજ નીચે બેભાન થયા બાદ અજાણ્‍યા યુવાનનું મોત

માલવીયાનગર પોલીસે યુવાનના વાલીવારસની શોધખોળ હાથધરી

 

 

રાજકોટ, તા. ૧પઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ મવડી ચોકડી નજીક બ્રીજ નીચે એક અજાણ્‍યા યુવાનનું બેભાન થયા બાદ તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મવડી ચોકડી બ્રીજ નીચે અને સંજીવની હોસ્‍પિટલની સામે આશરે ૩૦ વર્ષનો અજાણ્‍યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસના હેડ કોન્‍સ એ.વી. ચાવડા સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાને કાળા કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું જીન્‍સનું પેન્‍ટ મહેરેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોઇ તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૬૩૫૯૬ ૨૯૯૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે

(2:55 PM IST)