<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

લોકમેળાનું સ્‍થળ બદલોઃ ગેરકાનુની કતલખાના બંધ કરાવો : જર્જરીત મિલ્‍કતો- આધારકાર્ડ- આયુષ્‍યમાન કાર્ડ અંગે તડાપીટ

ફરીયાદ સંકલન બેઠકમાં કલેકટર સમક્ષ ઢગલાબંધ પ્રશ્‍નો અંગે રજુઆતો : રાજકોટ- અમદાવાદ હાઇવે તથા રાજકોટ એરપોર્ટ પરથી ઇન્‍ટરનેશનલ ફલાઇટ કયારે અંગે ખાસ ચર્ચા

રાજકોટ તા.૧૫: બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સંસદસભ્‍યશ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો સર્વે દર્શિતાબેન શાહ, મહેન્‍દ્ર પાડલીયા, રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્‍ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્‍યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો જેવા કે, અરવિંદ મણિયાર હોલ-જયુબીલી ગાર્ડન-લેંગ લાઈબ્રેરીના રીનોવેશન,  આધાર કાર્ડમાં સુધારા કરવા માટેના તથા આયુષ્‍માન કાર્ડ કઢાવવાના શહેરમાં કાર્યરત કેન્‍દ્રો, જન્‍મ - મરણના દાખલા કઢાવવાની કામગીરી વગેરે અંગે આ બેઠકમાં સવિસ્‍તર ચર્ચા કરવામાં આવી હતી.

જ્‍યારે ધારાસભ્‍યશ્રી દર્શિતાબેન શાહે શહેરમાં અશાંતધારા અને ઈ કે.વાય.સી.ની કામગીરી, લોકમેળાનું સ્‍થાન બદલવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતો, શહેરમાં ચાલતા ગેરકાનૂની કતલખાના વગેરે બાબતે આ બેઠકમાં રજૂઆત કરી હતી, જે અંગે સત્‍વરે કાર્યવાહી કરવા કલેક્‍ટરશ્રીએ સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત, ધોરાજી અને ઉપલેટામાં કન્‍ડમ થયેલા સરકારી ક્‍વાર્ટર્સને પાડવાની કામગીરી, રાજકોટ-અમદાવાદ હાઇવેની કામગીરી, રાજકોટ એરપોર્ટ પરથી ઇન્‍ટરનેશનલ ફ્‌લાઈટ શરૂ કરવા, વગેરે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ, ડી.સી.પી. જગદીશ બંગારવા,પ્રાંત અધિકારીઓ મહેક જૈન, શ્રી રાહુલ ગમારા, શ્રી એન.એમ.તરખલા અને આર.આર.ખાંભરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ.કે.વસ્‍તાણી, રૂડાના ચેરમેન ગૌતમ મિયાણી, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, નાયબ કલેક્‍ટર દિલીપસિંહ વાળા, ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, આયોજન અધિકારી નીતિના ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, જી.એસ.આર.સી.ટી.ના વિભાગીય નિયામક કલોતરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.(૨.૨૫)

(3:02 PM IST)