News of Saturday, 15th March 2025
સસ્તા અનાજની દુકાનોની નિયમીત તપાસ કરો : ખાસ કેમ્પો યોજો : કાર્ડ હોલ્ડરોને નિયમીત પુરવઠો આપો
જીલ્લા પુરવઠા સલાહકાર સમીતીની બેઠક : કલેકટર દ્વારા આદેશો

રાજકોટ, તા., ૧૫ : રાજકોટ શહેર/જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેકટરના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવાની સાથે સાંસદશ્રી સહિત પદાધિકારીઓ દ્વારા અન્ન વિતરણ, ગ્રાહક સુરક્ષા બાબતે રજૂ કરાયેલ પ્રશ્નોનુ નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને કલેકટરે સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત અને વિક્ષેપ વગર કરવા, નિયમિત દુકાનોની તપાસ કરવી, વિવિધ વિસ્તારોમાં વન નેશન-વન રેશનના કેમ્પ યોજવા વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના પદાધિકારીઓ દ્રારા અધિકારીઓને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતે માર્ગદર્શન આપી જરૂરિયાતમંદ એક પણ લાભાર્થી સરકારશ્રી દ્વારા વિતરણ થતાં અનાજના લાભથી વંચિત ન રહે તે જોવા તાકીદ કરી હતી. (૪.૩૧)
(3:02 PM IST)










