News of Saturday, 15th March 2025
વિદેશી દારૂના બે દરોડાઃ રૂા. ૭૮ હજારના દારૂ સાથે જયેશ અને દિપક પકડાયા
પીસીબીના હેડ કોન્સ કુલદીપસિંહ, કોન્સ વિજયભાઇ અને યુવરાજસિંહની બાતમી

રાજકોટઃ શહેરના અલગ અલગ બે વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા. પીસીબી શખ્સના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે. હુણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ કુલદીપસિંહ જાડેજા, કોન્સ વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ પાસે મનહર સોસાયટી શેરી નંૅ. ૧ માં દરોડો પાડી રૂા. ૪૦,૪૧૮ ની કિંમતની વિદેશી દારૂની ૧રર બોટલ સાથે જયેશ લખમણભાઇ કતકપરા (ઉ.વ. ૩૦) ને પકડી લીધો હતો. જયારે ભાવનગર રોડ રાજમોતી મીલની પાછળ રહેતો ધવલ ધીરેનભાઇ પુજારાની શોધખોળ હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૩/૪ પાસે સાંકળી શેરીમાંથી રૂા. ૩૭,૬૦૦ ની કિંમતની દારૂની ૯૪ બોટલ સાથે ચુનારાવાડ શેરી નં. ર માં રહેતો દિપક રધુભાઇ રાઠોડ (ઉ.વ. ૩૬) ને પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ એમ. જે. હુણ, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ધનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.(૬.૧૮)
(3:37 PM IST)










