News of Saturday, 15th March 2025
મનપા દ્વારા રસ્તાઓ ઉપરથી કલર દુર કરવાનું શરૂ
દંડક મનીષ રાડિયાએ વાહન ચાલકોની ફરિયાદ બાદ તુરંત સૂચના આપી

રાજકોટ : રંગીલા રાજકોટીયનો દ્વારા ગઇકાલે ધુળેટીની મનભરીને ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મિત્રો-પરિવારજનો સાથે રંગોત્સવ પર્વ ઉજવ્યો હતો. ત્યારે જાહેર માર્ગો ઉપર પણ કલરના થર જામ્યા હતા જેના લીધે આજે રાહદારીઓને આજે પણ કલર ઉડતો હોય મુશ્કેલી સર્જાઇ હતી. મનપાના દંડક મનીષ રાડિયાએ વાહન ચાલકોની ફરિયાદ મળતા તુરંત રેસકોર્ષ રીંગ રોડ સહિતના જાહેર માર્ગો ઉપરથી કલર દુર કરવાની સુચના સંબંધીત અધિકારીને આપી રસ્તા ચોખ્ખા કરવા જણાવ્યું હતું. જેના પગલે મનપા દ્વારા કલરની સફાઇ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવેલ તે ઉપરોકત તસ્વીરમાં જોઇ શકાય છે.
(3:39 PM IST)










