News of Saturday, 15th March 2025
શુરવીરતાથી છલકાતા રાજકોટ રાજયનો ભવ્ય ઈતિહાસ જીવંત થયો
આજી નદીના સામા કિનારે સ્થિત સોળથંભીએ માંધાતાસિંહજી જાડેજાની ઉપસ્થિતીમાં પુર્વજ વંદના સમારોહ

રાજકોટઃ ઠાકોર શ્રી વિભાજી મહારાજ ઇસ.૧૬૧૦ મા રાજકોટ શહરની સ્થાપના કરી અને અંદાજે ૨૮૨ ચોરસ માઇલ વિસ્તારમા વ્યાપ્ત શાસનધરા સભાળી હતી. પ્રજાલક્ષી વિચારધારાને કેન્દ્ર સ્થાને રાખીને પોતાનો રાજધર્મ નિભાવી રહેલા મહરામણજી-બીજાના કાર્યકાળ દરિમયાન સોરઠ રેજીમેન્ટના નાયબ સુબેદાર માસુમખાને ઇસ.૧૭૨૦મા રાજકોટ રાજ્ય ઉપર આક્રમણ કર્યુ એ વખતે થયેલા ભીષણ યુદ્ધમા પ્રજા અને રાજ્યની રક્ષા કાજે મહારાજશ્રી મહેરામણજી વીરગતી પામ્યા અને મોગલ સુબાએ રાજકોટ રાજ્ય ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રાજકોટનું નામ બદલીન માસુમાબાદ કર્યુ હતુ. વીરગતીને પામેલા પ્રજાવત્સલ શાસક મેરામણજીના વીર યોદ્ધા સુપુર્ત્રોએ માસમખાન સામે સતત બાર વર્ષ સુધી ઝીંક ઝીલ્યા પછી કુમાર રણમલજીએ પોતાના છ ભાઇઓ સાથે અચાનક જ છાપો મારીને ચપળતા, શૌર્ય અન કુશળતાથી મહાયુદ્ધ ખેલીને મોગલ સુબા માસમખાનને હણીને પોતાના પિતાની હત્યાનું વેર લીધુ એટલું જ નહી પરંતુ ગુમાવેલા રાજ્યને પણ પાછા મેળવ્યા. રણમલજી-૧લા એ ઇસ. ૧૭૩૨મા માસુમાબાદ ઉપર વિજય ધ્વજ લહેરાવીન પુનઃ તેનું મુળ નામ રાજકોટ ઘોષિત કર્યુ. શુરવીરતાથી છલકાતા રાજકોટ રાજ્યના દિવ્ય, ભાતીગળ અન ભવ્ય ઇતિહાસને જીવંત રાખીને રાજકોટ રાજ પિરવાર પ્રર્તિવર્ષ સોળથંભીએ જઈન ેપુજા-અર્ચના સહ ભાવવંદના કરીને પોતાના પુર્વજોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. હોલીપર્વના પરમ પાવન દિવસ રાજકોટના રાજ પરીવારના સદસ્યો, પુર્વ રાજકોટ રાજયના ભાયાતોએ મહારાજ મહેરામણજી સહીત રાજપરીવાર સાથે જોડાયેલ શહીદોની ખાંભીઓનું પુજન-અર્ચન કરીને પુર્વજોને ભાવપુર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. રાજકોટના ઠાકોર સાહબ શ્રી માંધાતાસિંહજી જાડેજાની વિશષ ઉપિસ્થિતીમા સંપન્ન થયેલા પુર્વજ વંદના પુજન સમારોહમા શ્રી એચ.એલ. જાડેજા, શ્રી નિલરાજસિંહ જાડેજા, શ્રી હનુમંતસિંહ ઝાલા, શ્રી મયંકભાઈજોશી, શ્રી ઋષિકેશ દેવમુરારી,શ્રી નરદિપસિંહ ગોહિલ,શ્રી ભરતસિંહ જાડેજા અને રાજપુરોહિત શ્રી ભરતભાઈ ભટ્ટ,શ્રી કપીલભાઈ ભટ્ટ, શ્રી જયેશભાઈ ભટ્ટ વિગરે ઉપિસ્થત રહયા હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
(3:39 PM IST)










