News of Saturday, 15th March 2025
રાજકોટમાં એપ્રિલમાં ર૧ કિ.મી.ની ‘રાજકોટ સાયકલોફન'
‘ગ્રીન ઇન્ડિયા-ફિટ ઇન્ડિયા'નું સુત્રઃ ભાગ લેનાર દરેક સ્પર્ધકના નામનું વૃક્ષ વાવવામાં આવશે પાંચ હજાર સાયકલવીરો ભાગ લેશેઃ સાયકલ-પર્યાવરણ-પ્રેમીઓને સ્પર્ધામાં જોડાવવા અપિલ ‘સાયકલોફન'નો રૂટ

રાજકોટ તા. ૬ એપ્રિલના સવારે ૬:૩૦ વાગ્યે આત્મીય કોલેજથી શરૂ થઇ કેકેવી, અયોધ્યા ચોક, પુનિતનગર સર્કલ અને ત્યાંથી આત્મીય કોલેજ રીટર્ન , કુલ ર૧ કિ.મી.ની સાયકલોફન યોજાશે
રાજકોટઃ શહેરમાં છેલ્લા આઠ વર્ષથી નિયમિત રીતે આયોજિત થતી ગુજરાતની સૌથી મોટી સાયકલિંગ ઇવેન્ટ ‘‘સાયકલોફન'' આ વર્ષે પણ ઇન્ડિયા-ફિટ ઇન્ડિયા'' ના ઉદેશ્ય સાથે યોજાવા જઇ રહી છે. રાજકોટ સાયકલ કલબ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉન અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સંયુકત નેજા હેઠળ તથા રાજકોટ શહેર પોલીસ ખાસ સહયોગથી અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુણ સહયોગથી ર૧ કિલોમીટરની ‘‘રાજકોટ સાયકલોફન''તા.૬ એપ્રિલ ર૦રપના રોજ યોજવા જઇ રહી છે.
રાજકોટ સાયકલોફન ર૦રપ માં ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધક વતી સદભાવના વૃદ્ધાશ્રમ એક વૃક્ષ વાવશે. સાયકલોનમાં ભાગ લેનાર માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ટી-શર્ટ રાઇડ પૂરી થયા પછી ફિનિશર માટે આકર્ષક મેડલઇનામરૂપે વિવિધતાભરી સાયકલોનો લકકી ડ્રો નાસ્તો, સોફટ ડ્રિંકસ, ચા, કોફી, (સ્પર્ધાના સ્થળ પર),*રાઇડના સમગ્ર રૂટ પર રાઇડ સ્પોર્ટની વ્યવસ્થા રાખેલ છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓન લાઇન છે જે www.cyclofun.org પર થઇ શકશે. સ્પર્ધાનું સ્થળ અને તારીખઃ ૬ એપ્રિલ ર૦રપ રવિવાર, આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડ, રાજકોટ રજિસ્ટ્રેશન ફી રૂા.૧૭૦
સાયકલોફન માં ૧૪ વર્ષથી ઉપરની વયના વ્યકિતઓ જ ભાગ લઇ શકશે. આ અંગે વધુ માહિતી માટે રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી, અમીનમાર્ગ રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વ શ્રી દિવ્યેશ અઘેરા, પ્રતિક સોનેજી અને પ્રશાંત કકકડ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:45 PM IST)










