News of Saturday, 15th March 2025
રાજકોટ રંગે રંગાયુ : ધૂળેટી પર્વની અદમ્ય ઉત્સાહભેર ઉજવણી

રાજકોટ : તહેવાર કોઇપણ હોય ઉજવણીમાં રાજકોટ કયારેય પાછુ ન પડે. ગઇકાલે ધુળેટી પર્વની પણ રંગારંગ ઉજવણી કરાઇ હતી. લોકો ઉત્સાહભેર રંગે રમ્યા હતા. કોઇએ એકબીજાને ગાલે ટપકા કરી તિલક હોળી મનાવી હતી તો કોઇએ રંગોના ઢગલા કરી મોજ મનાવી હતી. બાળકોએ પીચકારી અને ગન જેવા આર્ટીકલોની મદદથી રંગ ઉડાડવાનો આનંદ લુંટયો હતો. અનેક સ્થળોએ મ્યુઝીક સીસ્ટમ અને બેન્ડ પાર્ટીના સથવારે લોકો ઝુમી ઉઠયા હતા. ગેરૂનો વેડફાટ વધુ પડતો થતો હોય તેમ રેસકોર્ષ રીંગરોડ સહીતના માર્ગો કથાઇ કલરના ઢગલાથી લથપથ બની ગયા હતા. જેની પ્રતિતિ કરાવતી ઉપરોકત તસ્વીરો નજરે પડે છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ પોતાના વિસ્તારમાં રંગપર્વનો આનંદ લીધો હતો તે તસ્વીર પણ નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:50 PM IST)










