<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

‘ધ ટાવરીંગ ઇન્‍ફર્નો' ફિલ્‍મની યાદ અપાવતી એટલાન્‍ટીસ દુર્ઘટનાની હૈયુ હચમચાવતી તસ્‍વીર.... માસુમ બાળક અને માતા સાથે સોની પરિવારના રેસ્‍કયુએ સૌની આંખમાં પાણી લાવી દીધા

 

રાજકોટઃ ૧૯૭૪ માં અમેરીકામાં બનેલી ‘ધ ટાવરીંગ ઇન્‍ફર્નો' ફિલ્‍મની યાદ અપાવતી ઘટના ગઇકાલે  ઘટી હતી. રાજકોટના ૧પ૦ રીંગ રોડ બીગ બજાર સામે આવેલા શહેરની સૌથી અદ્યતન રેસીડેન્‍શીયલ  બિલ્‍ડીંગ પૈકીના  એક ધ એટલાન્‍ટીસ ટાવર્સની સી-વિંગના છઠ્ઠા માળે આગ લાગ્‍યા બાદ ૧૦ માં માળે ફસાયેલા જે.પી. જવેલર્સ પરિવારના બે મહિલા, એક બાળક, એક યુવાન તથા રાધીકા જવેલર્સના યુવાન સંચાલક જે દસમાં માળે ફસાયેલા હતા તેમને જાયન્‍ટ હાઇડ્રોલીક  લેડરથી ફાયર બ્રિગેડના બહાદુર જવાનોએ એલીવેશનના ગ્‍લાસ તોડી બચાવી લીધા હતા. હાઇડ્રોલીક લેડરના પ્‍લેટફોર્મ પરથી સોની પરિવારની મહિલા અને માસુમ બાળક હેમખેમ નીચે ઉતર્યા ત્‍યારે ઉપસ્‍થિત સૌની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:03 PM IST)