News of Sunday, 16th March 2025
રાજકોટમાં મર્ડરના ગુનામાં ૧૧ વર્ષથી વોન્ટેડને તીરૂનેલવેલી (તમીલનાડુ) ખાતેથી વેશપલટો કરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો: ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ પરમાર, મોવલિયાની ટીમની કામગીરી
જવાનોએ વાસણના ફેરીયા, નાળીયેરના વેપારીનો સ્વાંગ રચી આરોપીને શોધી કાઢી માલવીયાનગર પોલીસને સોંપ્યો

રાજકોટ: અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યાના ગુનામાં આભાર ૧૧ વર્ષથી ફરાર શખ્સને તામિલનાડુથી શોધી કાઢ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમના જવાનોએ તામિલનાડુના તિરુનેલવેલી ખાતે વાસણ વેચતા ફેરિયા અને નાળિયેરના વેપારીનો સ્વાંગ રચીને વોચ રાખી આરોપીને દબોચી લીધો હતો
રાજકોટ શહેરમાં બનેલૉ ખુન, ખુનની કોશીષ તથા લુંટ તેમજ ઘરફોડ ચોરીઓ જેવા ભારે ગુનાઓ જે અનડીટેકટ હોય તેમજ તે ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા (વોન્ટેડ) હોય તેવા આરોપીઓને શોધી કાઢવા સુચના મળી હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર, એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા તથા ટીમના કર્મચારી પૈકી એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા તથા પો.હેડ.કોન્સ. સુભાષભાઈ ઘોઘારી તથા પો.કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયાને ચોક્કસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ગોકુલધામ, વિનિત એન્જીનીયરીંગ નામના કારખાના બહાર આજથી આશરે ૧૧ વર્ષ પહેલા ગઇ તા.૦૫/૦૩/૨૦૧૪ ના રોજ મર્ડરનો બનાવ બનેલ હોઇ આ ગુન્હાને અંજામ આરોપી બનાવ બાદ નાસી ગયેલ અને છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ હોઇ જે આરોપી હાલ તમીલનાડુ રાજયના તીરુનેલવેલી ખાતે છે. આ ચોકકસ હકિકત મળતા ક્રાઇમ બ્રાન્ચ ટીમ તમીલનાડુ ખાતે તપાસમાં પહોંચી હતી. ત્રણ દિવસ સુધી આરોપીના રહેણાંક મકાન તેમજ કામ વાળી જગ્યા આજુબાજુમાં વાસણ વેચનાર ફેરીયા તરીકે તેમજ નાળીયેરના વેપારીનો વેશ ધરીને આરોપી બાબતે ચોકકસ હકિકત મેળવી વોન્ટેડ આરોપીને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરી આગળની કાર્યવાહી માટે માલવીયાનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
ઝડપી લેવાયેલ આરોપીનું નામ ગોવિંદ કાલુરામ ખાન (ઠકુરી), (ઉ.વ.૪૫, ધંધો પ્રા.નોકરી, રહે. હાલ - ૭-વસંતમ કોલોની, ૧લી શેરી, ગણેશ મંદીરની સામે, મહારાજ નગર, તીરુનેલવેલી, તમીલનાડુ, મુળ વતન - રામપુર, વીલાસીપુર, તા.બેલૌરી, જી. કંચનપુર, નેપાળ) છે.
આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એલ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ તથા પો.સબ.ઇન્સ. એ.એન.પરમાર, એમ. કે. મોવલીયા તથા એ.એસ.આઇ.જલદિપસિંહ વાઘેલા, તથા પો.હેડ.કોન્સ. સુભાષભાઇ ઘોઘારી તથા પો.કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયાએ કરી હતી.
(5:07 PM IST)










