News of Monday, 17th March 2025
શહેરમાં શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્ટીના ૭૧૪ કેસ
ગરમીમાં રોગચાળાનો ઘટાડો : મેલેરીયાનો એક દર્દી મનપાના ચોપડે નોંધાયોઃ ૭૫૫ ઘરોમાં ફોગીંગઃ મચ્છર ઉત્પતિ સબબ ૯૪ને નોટીસ

રાજકોટ તા.૧૭: શહેરમાં મચ્છરજન્ય મેલેરીયાનો એક તથા શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૭૧૪થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. ઉપરાંત ટાઇફોઇડના ૧ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૦ માર્ચ થી તા. ૧૬ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના નોંધાયા છે. જયારે ચિકનગુનીયા તથા ડેન્ગ્યુના કેસ નોંધાયો નથી.
શરદી-તાવના ૭૧૪થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૧૬ તેમજ સામાન્ય તાવના ૩૧૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૭૮ કુલ ૧૫૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૯૫૭૦ તેમજ સામાન્ય તાવના ૮૧૦૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૯૯ તથા ટાઇફોડનો ૨૩ તેમજ કમળાના ૧૨ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૭૧૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૫,૯૨૫ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૫૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૮૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૯૪ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:07 PM IST)










