News of Monday, 17th March 2025
જીલ્લા પંચાયતના બધા પદાધિકારીઓનું જુની કોર્ટ બિલ્ડીંગમાં આજથી પ્રસ્થાન

રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, આરોગ્ય સમીતીના અધ્યક્ષ લીલાબેન ઠુમર વગેરેએ આજે વૈકલ્પીક જગ્યાએ પ્રસ્થાન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં મુકેશ તોગડીયા, નાથાભાઇ વાસાણી વગેરે ઉપસ્થિત છે. (૪.૩૦)
રાજકોટ, તા., ૧૭ : જીલ્લા પંચાયતની વર્તમાન કચેરીની (રેસકોર્ષ પાસે) જગ્યાએ નવી કચેરી બનાવવા માટેની યોજના છે. વહીવટી તંત્ર દિવાળી પહેલા વૈકલ્પીક જગ્યા જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે ફેરવાઇ ગયેલ. આજથી પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ અન્ય સમીતીના અધ્યક્ષોએ આજથી કોર્ટ બિલ્ડીંગ ખાતે કામગીરી શરૂ કરી છે.
જુનુ કોર્ટ બિલ્ડીંગ પ્રથમ માળે પદાધિકારીઓ ચેમ્બર ફાળવાયેલ છે ત્યાંથી આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે. પદાધિકારીઓ અને અધિકારીઓ હવે એક જ બિલ્ડીંગમાં બેસવા લાગતા વિકાસ કામો આગળ વધારવા અને લોકોના પ્રશ્નોના ઉકેલમાં સરળતા રહેશે. નવી કચેરી બનાવવા ૧ વર્ષ પહેલા વર્ક ઓર્ડર અપાયો છતા વહીવટી વિધ્ન હોવાથી હજુ નવી કચેરીનું બાંધકામ શરૂ થઇ શકયું નથી. જિલ્લા પંચાયત કચેરી જુના કોર્ટ બિલ્ડીંગ ખાતે આવતા બે વર્ષ કાર્યરત રહે તેવા હાલના સંજોગો છે.
(3:41 PM IST)










