<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

લગ્ન ગાળાની સીઝન આવી રહી છે... હવે તો કોમ્‍યુનિટી હોલ શરૂ કરોઃ કોંગ્રેસ

મનપાના હોલ ગેમઝોન ઘટના બાદ ભૂતિયા મહેલ બન્‍યાઃ ફાયર શાખામાં એનઓસીના નામે લોલંમલોલઃ અતુલ રાજાણીના આક્ષેપ

રાજકોટ, તા., ૧૭: આગામી લગ્ન ગાળાની  સિઝનના પગલે ફાયર એનઓસી પૂર્ણ કરી શહેરના તમામ કોમ્‍યુનિટી હોલ તાત્‍કાલિક શરૂ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્‍યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. આ અંગે શ્રી રાજાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે શહેરમાં મહાનગરપાલિકા કોમ્‍યુનિટી હોલ  તા. ૧ ઓગસ્‍ટ ૨૦૨૪ ગેમ ઝોનની દુર્ઘટના બાદ હજુ સુધી બંધ હાલતમાં છે અને કોમ્‍યુનિટી હોલ ભૂતિયા મહેલ જેવા બન્‍યા છે જો કે તેમાંથી ચાર થી પાંચ ને શરૂ કરવામાં આવ્‍યા છે બાકી ના તમામ કોમ્‍યુનિટી હોલ એનઓસી ના હોવાને પગલે બુકિંગ બંધ છે ત્‍યારે ગેમ ઝોન ની દુર્ઘટના બની ત્‍યારે જાહેર કરેલ હતું કે જે કોમ્‍યુનિટી હોલમાં એનઓસી નથી તેની પ્રક્રિયા તાત્‍કાલિક પૂર્ણ કરી બુકિંગ શરૂ કરાશે પરંતુ તંત્ર દ્વારા કરેલી એ જાહેરાતને આજે સાત મહિને પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. વધુમાં રાજાણીએ જણાવ્‍યું હતું કે,  ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને ત્‍યાં લગ્ન પ્રસંગ અને અન્‍ય પ્રસંગમાં જે સુવિધા હયાત છે તેનો સામાન્‍ય પ્રક્રિયા પૂર્ણ ન થવાને પગલે લાભ મળતો નથી અને કોમ્‍યુનિટી હોલ કે પાર્ટી પ્‍લોટ પણ શહેરથી વિસેક કિલોમીટર દૂર હોય અને પાર્ટી પ્‍લોટ સામાન્‍ય લોકોને પરવડે નહીં લગ્ન ગાળા વચ્‍ચે ખાનગી હોલ અને પાર્ટી પ્‍લોટના ફરજિયાત વિકલ્‍પથી લોકોના બજેટ વેર વિખેર થઈ જાય છે. ત્‍યારે આ તમામ કોમ્‍યુનિટી હોલ તાત્‍કાલિક શરૂ કરવા અપીલ છે. અમુક જુના હોલ માત્ર ગ્રાઉન્‍ડ ફ્‌લોરના છે ત્‍યાં એનઓસી ની પ્રક્રિયા સત્‍વરે પૂર્ણ કરી  તાત્‍કાલિક શહેરીજનોને ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેમ છતાં આવા હોલ પણ અકળ કારણોસર શરૂ કરવામાં વિલંબ સર્જાયો છે.

 હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર શાખામા એનઓસીના નામે લોલમલોલ ચાલી રહયું છે. શહેરમાં NOC માટે ચેકિંગ કરાય છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ મહાનગરપાલિકાના કોમ્‍યુનિટી હોલમાં અને અન્‍ય બિલ્‍ડીંગોમાં એનઓસી માટે ઘોર વિલંબ શા માટે ? જવાબદાર અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના પગલે જે પરિવારોને ત્‍યાં પ્રસંગ હોય છે તે લોકોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે સંસદ અને પૂર્વ મેયર દ્વારા પણ લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોમ્‍યુનિટી હોલ શરૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી.

(3:54 PM IST)