<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

રોણકીમાં કડીયા કામની સાઇટ પર યુવાન ઉમેશભાઇ લીંબાસીયાનું મોત

હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયોઃ પારસ સોસાયટીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મૃત્‍યુ થયું છે. શહેરના અટીકા વિસ્‍તાર આહિર ચોક ન્‍યુ પારસ સોસાયટી-૩માં રહેતાં ઉમેશભાઇ છગનભાઇ લીંબાસીયા (ઉ.વ.૪૨) નામના યુવાન બપોરે રોણકી ગામે નાયરા પંપની પાછળ અમુલ્‍ય પ્રાઇમ્‍સ નામની બિલ્‍ડીંગ સાઇટ પર હતાં ત્‍યાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

મૃત્‍યુ પામનાર ઉમેશભાઇ એક બહેનથી મોટા હતાં અને માતા-પિતાના એક જ દિકરા હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ત્‍યાં કડીયા કામ કરવા માટે ગયા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ ગાંધગ્રામ પોલીસને જાણ કરી હતી.

(4:46 PM IST)