<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

શહેર ભાજપને માધવ દવે નવી દિશા આપશેઃ ટીમ અશોક ડાંગરનો આવકાર

રાજકોટ શહેર ભાજપ સહકાર સેલના સંયોજક અશોક દિનેશભાઈ ડાંગરે ટીમ સાથે શહેર ભાજપના નવા પ્રમુખ માધવ દવેને શુભેચ્‍છા પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ, તા.૧૮: શહેર ભાજપ  સહકાર સેલના સંયોજક શ્રી અશોક ડાંગરે સહકાર સેલની સમગ્ર ટીમ સાથે રાજકોટ શહેર ભાજપના નવા નિમુણક પામેલા અધ્‍યક્ષ શ્રી માધવભાઈ દવે સાથે શુભેચ્‍છા મુલાકાત કરી અને તેમને અભિનંદન પાઠવ્‍યા.

અશોક દિનેશભાઈ ડાંગરે જણાવેલ કે માધવભાઈ દવે માત્ર એક સક્રીય રાજકીય નેતા જ નહીં, પરંતુ સમર્પિત જનસેવક પણ છે. વર્ષોથી તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા છે અને પાર્ટીના સિદ્ધાંતો તથા નીતીઓને શહેરી વિસ્‍તારમા વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માધવભાઈ દવેની નિમુણક, રાજકોટ શહેર માટે એક નવી દિશા અને નવી આશા સાથે સંકળાયેલી છે. તેમની યુવા ઉર્જા, ઉન્નત દ્રષ્ટિ અને મજબુત નેતળત્‍વ ક્ષમતાઓ કાર્યકરો અને સ્‍થાનિક પ્રજામા એક નવી આશા જગાવી છે.

શ્રી માધવભાઈ દવેની શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે સહકાર સેલની સંપૂર્ણ ટીમ અશોક ડાંગરની આગેવાની સહકાર સેલના સહસંયોજક યશભાઈ સોજીત્રા કારોબારી સભ્‍યો જેનીશભાઈ સીણોજીયા, શ્રી દિગ્‍વિજયસિંહ રાણા, વિજયભાઈ રાઠોડ, ચીરાગભાઈ પાણખણીયા, શ્રી દર્શિલભાઈ શાહ, રઘુભાઈ સોહલા અને રામાનુજભાઈ શાપરા વગેરે હાજર રહ્યા હતા. માધવ દવેના પિતાજી કિશોરભાઈ દવે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હતા, ત્‍યારે અશોક ડાંગરના પિતાજી રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી હતા. (રર.૧૪)

(2:28 PM IST)