<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

બેડીનાકા ટાવર પાસેથી કમલ ઉર્ફે ક્રીશ ચોરાઉ એકટીવા સાથે પકડાયો

એ.ડીવીઝન પોલીસ હેડ કોન્‍સ સાગરભાઇ માવદીયા, કલ્‍પેશભાઇ બોરીચાની બાતમી

રાજકોટઃ બેડીનાકા ટાવર પાસે એક શખ્‍સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ સાગરભાઇ માવદીયા અને કલ્‍પેશભાઇક બોરીચાને બાતમી મળતા બેડીનાકા  ટાવર પાસેથી કમલ ઉર્ફે ક્રીશ ઉર્ફ કમલેશ રામભાઇ પુજારા (ઉ.વ.ર૩) (રહે. સાઇઝ ઝીરો કાફે વાજડી ગામ કાલાવડ રોડ)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ કે.એમ.વડનગરા, એએસઆઇ એમ.વી.ભુવા, બી.વી.ગોહીલ, મનહરસિંહ જાડેજા, પો. હેડ કોન્‍સ. અજયભાઇ બસીયા, કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇ વાનરીયા, કોન્‍સ. વિજયભાઇ મકવાણા, યોગેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

(4:33 PM IST)