<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મીઠાપુરમાંથી ગુમ થયેલા યુવાનને રાજકોટ બસ સ્‍ટેન્‍ડ પાસેથી શોધી કાઢતી પોલીસ

એ-ડીવીઝન સ્‍ટેશનના પી.આઇ. આર.જી. બારોટની રાહબરી હેઠળ પી.એસ.આઇ. ડી. વાય. મહંત તથા ટીમની કામગીરી

રાજકોટઃ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાંથી ગુમ અથવા અપહરણ થયેલા બાળકોને તેમજ યુવાન અથવા વૃધ્‍ધોને શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાની સુચનાથી એ.ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. આર.જી. બારોટની રાહબરી હેઠળ પી.એસ.આઇ. ડી. વાય. મહંત સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ઢેબર રોડ બસસ્‍ટેન્‍ડ પાસે એક કાળા કલરનો શર્ટ અને સફેદ પેન્‍ટ પહેરેલો યુવાનને રોકી પૂછપરછ કરતા આ યુવાન દેવભુમી દ્વારકાના આરંભડા ગામ ધડાનગરમાં રહેતો હોવાનું જણાવ્‍યું હતું. અને તે ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળી ગયાં હોવાનું જણાવતા યુવાનને એ ડીવીઝન પોલીસ મથકમાં યુવાનને લવાયા બાદ આ યુવાન ગુમ હોવાની મીઠાપુર પોલીસ સ્‍ટેશનમાં નોંધ થઇ હોવાનું જાણવા મળતા સંપર્ક કરી યુવાનને મીઠાપુર પોલીસને સોંપ્‍યો હતો.

આ કામગીરી પી.એસ.આઇ. ડી.વાય. મહંત, એ.એસ.આઇ. કે.કે. માઢક, રમેશભાઇ ચોૈહાણ, કોન્‍સ. સંજયભાઇ ચોૈહાણ અને જયેશભાઇ ડાંગર દ્વારા કરવામાં  આવી હતી.

(4:47 PM IST)